Team Chabuk-National Desk: ભારતના સૌથી ધનિક વ્યક્તિની રેસમાં મુકેશ અંબાણીને (mukesh ambani) પાછળ છોડીને અદાણી ગ્રુપના (Adani Group) ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) આગળ નીકળી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ (bloomberg billionaires index) અનુસાર ગૌતમ અદાણી વિશ્વના 11મા સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગયા છે. આ તરફ મુકેશ અંબાણી હવે 12મા સ્થાને આવી ગયા છે. મુકેશ અંબાણીની વર્તમાન સંપત્તિ 109 અબજ ડોલર છે. જ્યારે શુક્રવારે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં $76.2 મિલિયનનો વધારો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 12.7 અબજ ડોલરનો વધારો થયો છે.
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ સંપત્તિમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણીના ગ્રુપનું માર્કેટ કેપ 18 લાખ કરોડને પાર થતાંની સાથે જ તેઓ એશિયાના પણ સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
શુક્રવારે દુનિયાના 500 અબજપતિઓમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે અદાણીની સંપત્તિમાં 5 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ મુકેશ અંબાણીની નેટવર્થમાં થોડો જ વધારો જોવા મળ્યો છે. જ્યારે ટોચના 12 અમીરોની યાદીમાં એલોન મસ્ક, જેફ બેઝોસ અને લેરી એલિસનની સંપત્તિમાં ઘટાડો થયો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી 111 બિલિયન ડોલર સુધી પહોંચી ગયા છે. આ સાથે તે એશિયામાં પ્રથમ અને વિશ્વમાં 11મા સ્થાને પહોંચી ગયા છે. આ વર્ષે તેની નેટવર્થ $26.8 બિલિયન વધી છે. એક સમયે ચૌલમાં રહેતા અદાણીએ કોમોડિટી ટ્રેડિંગ બિઝનેસમાંથી બિઝનેસની દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને આજે તેમનો બિઝનેસ બંદરો, ખાણો, ગ્રીન એનર્જી, ડિફેન્સ અને રેલવે સહિતના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. તેમની બિઝનેસ સફર પર એક નજર કરીએ
શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 5.45 અબજ ડોલર એટલે કે 45 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ 111 અબજ ડોલર થઈ ગઈ છે. જો કે વર્તમાન વર્ષમાં અદાણીની સંપત્તિમાં 26.8 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. સોમવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જેના કારણે ગ્રુપના માર્કેટ કેપમાં જબરદસ્ત વધારો થયો છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા