Team Chabuk-Gujarat Desk: અમરેલી જિલ્લામાં સાધ્વીની હત્યાનો મામલો સામે આવ્યો છે. સાધ્વીની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજુલાના ખાખબાઈ ગામ નજીક આવેલા ઓમ નારાયણ આશ્રમના સાધ્વી રેખાબેનની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાધ્વી તરીકે કામ કરતા મહિલાની આશ્રમમાં જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ સાધ્વી માતાજી તરીકે ઓળખાતા હતા. સ્થાનિક પોલીસની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજુલાથી એક કિલોમીટરના અંતરે આવેલા ખાખબાઈ ગામ પાસે નમો નારાયણ આશ્રમ આવેલો છે. જ્યાં રેખાબેન નામના સાધ્વી પૂજારી તરીકે કામ કરી રહ્યા હતા. ગઈકાલે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાયેલો તેમનો મૃતદેહ આશ્રમમાંથી મળી આવ્યો હતો. સાધ્વીની હત્યા થઈ હોવાના સમાચાર સાંભળતા જ ગામ લોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. સાધ્વીની હત્યા થઈ હોવાની જાણકારી મળતાં જ મોટી સંખ્યામાં ગામ લોકો આશ્રમમાં આવી પહોંચ્યા હતા.
આશ્રમમાં ઘણાં સમયથી કાર્યરત સાધ્વીની હત્યાનો ભેદ ઉકેલવા માટે અમરેલી એલસીબી, એસઓજી સહિતની પોલીસ કામે લાગી છે. હત્યામાં કોઈ નજીકનો જ વ્યકિત સંડોવાયો હોવાની પણ આશંકા સેવવામા આવી રહી છે. આરોપી ઝડપાયા બાદ હત્યા પાછળના કારણનો ખુલાસો થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
