Homeગુર્જર નગરીવડોદરા: પાદરાના કરખડીમાં મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા, પુત્ર અને ભત્રીજાનું મોત,...

વડોદરા: પાદરાના કરખડીમાં મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા, પુત્ર અને ભત્રીજાનું મોત, પરિવાર શોકમગ્ન

Team Chabuk-Gujarat Desk: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 સભ્યોનું મોત થયા છે. માતા-પુત્ર અને ભત્રીજાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સાથે જ નાના એવા કરખડી ગામમાં એક સાથે ત્રણ મોતના પગલે સન્નાટો ફેલાઇ ગયો છે.મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના કરખડી ગામના જ્યોતિબેન વ્યાસ, તેમનન પુત્ર અભય વ્યાસ અને ભત્રીજો મિતેશ વ્યાસ આજે મહીસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા. જ્યાં તેઓ અચાનક જ ડૂબવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા અને જ્યોતિબેન વ્યાસ અને અભય વ્યાસનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જો કે, મિતેશની કોઈ ભાળ મળી ન હતી.
બનાવની જાણ થતાં વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને શોધી હોસ્પિટલ મોકલ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યું હતું.
વડુ પોલીસે માતા જ્યોતિબેન વ્યાસ, પુત્ર અભય વ્યાસ અને ભત્રીજા મિતેશ વ્યાસના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments