Homeગુર્જર નગરીઆણંદ: 22 વર્ષના યુવકને બાથરૂમમાં હાર્ટ એટેક આવતા મોત, પરિવારે એકનો એક...

આણંદ: 22 વર્ષના યુવકને બાથરૂમમાં હાર્ટ એટેક આવતા મોત, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવવાના કિસ્સામાં વધારો થયો છે. ત્યારે આવો જ એક બનાવ આણંદમાં બન્યો છે. આણંદના ઓડમાં 22 વર્ષના યુવકને હાર્ટ એટેક આવ્યો છે જેમાં યુવકનું મોત નિપજ્યું છે. 22 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં 22 વર્ષીય યુવક જીલ ભટ્ટ પોતાના પરિવાર સાથે રહેતો હતો અને તે અભ્યાસ પૂર્ણ થતા નડિયાદમાં મોબાઇલની દુકાનમાં મોબાઈલ રિપેરીંગનું કામ કરતો હતો. તો જીલના પિતા ચંદ્રકાંતભાઈ ટીવી રિપેરીંગનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે બુધવારે આશરે સવારે 8 વાગ્યાની આસપાસ જીલ સવારે ઉઠીને બાથરૂમમાં ગયો હતો. ઘણો સમય વીતી ગયો છતાય જીલ બાથરૂમની બહાર આવ્યો નહીં. જેને લઇને પરિવારજનોને આશંકા થતા બાથરૂમનો દરવાજો ખખડાવી જીલને બૂમો પાડી હતી. પરંતુ જીલનો કોઈ જવાબ ન આવ્યો ન હતો. ત્યારબાદ પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડતાં પરિવારના સભ્યો ચોંકી ગયા હતા. કેમ કે જીલ બાથરૂમમાં બેભાન હાલતમાં પડ્યો હતો.

anand heart attack

પરિવારજનોએ તાત્કાલિક જીલને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ કમનસીબે હોસ્પિટલમાં તબીબોએ જીલને મૃત જાહેર કર્યો હતો. અને મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. 22 વર્ષના જીલ નામના યુવકને હાર્ટ એટેક આવતા સમગ્ર પંથકમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક જીલ પરિવારનો એકનો એક સંતાન હતો અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. ત્યારે યુવાન પુત્રનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments