Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ફરી એકવાર BRTS બસે અકસ્માત સર્જ્યો. જેમાં એક યુવકનું મોત થયુ છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા મહાપુજા ધામ ચોક નજીક બીઆરટીએસ કોરિડોરમાં દુર્ઘટના બની હતી. સમગ્ર મામલે માલવિયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાંજના સમયે શહેરના 150 ફૂટ રિંગરોડ પર મહાપૂજા ચોક નજીક એક યુવાન અચાનક ટ્રાફિકમાં એક સ્થળેથી બીઆરટએસના ટ્રેક તરફ જઈ રહ્યો હતો. તે સમયે અચાનક બસ આવી ગઈ અને યુવકને કચડી નાખ્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાને ઘટાસ્થળે જ દમ તોડ્યો.

પ્રાથમિક તપાસમાં યુવક પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્તળે પહોંચી ગઈ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મહત્વનું છે કે, રાજકોટમાં બે દિવસ અગાઉ શહેરના કોઠારિયા વિસ્તારમાં પણ એક તબીબ યુવતીનું ડમ્પરની હડફેટે મોત થયું હતું. ત્યારથી રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનોને લઈને ડ્રાઇવ ચલાવી રહી છે. જો કે, BRTSની ગતિને બ્રેક કોણ મારશે તે સવાલ છે !
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત