Homeગુર્જર નગરીઆણંદ: પિત્ઝા ખાવા ગયા તો મરચાંની ડબ્બીમાંથી ઈયળ નીકળી, મેનેજરે કહ્યું, ‘આવું...

આણંદ: પિત્ઝા ખાવા ગયા તો મરચાંની ડબ્બીમાંથી ઈયળ નીકળી, મેનેજરે કહ્યું, ‘આવું તો ચાલ્યા કરે.’

Team Chabuk-Gujarat Desk: ભૂતકાળમાં ગુજરાતમાં ભોજનમાંથી જીવજંતુ નીકળ્યાના બનાવોએ સ્વાદપારખુઓને ચિંતામાં ગરકાવ કરી દીધા છે. કોઈ કોઈ વખત આવા બનાવો સમાચારોમાં ચમકતા રહે છે. આ વખતે વારો આવ્યો છે આણંદ શહેરનો. આણંદ શહેરની સોજીત્રા રોડ પર આવેલી એક બહુચર્ચિત રેસ્ટોરન્ટમાંથી ઈયળ નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકને એવી આશા હતી કે આ અંગે જવાબદાર વ્યક્તિઓ કોઈ ઢંગનો ઉત્તર આપશે. તેની જગ્યાએ ઉલટા ચોર કોટવાલ કો દાટે એવી સ્થિતિ સર્જાઈ હતી અને ગ્રાહકને બેફિકરાઈભર્યો જવાબ મળ્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર. આણંદ શહેરના સોજીત્રા રોડ ખાતે આવેલી એક પિત્ઝા રેસ્ટોરન્ટમાં ભારતભાઈ પરમાર તેમના પરિવારની સાથે ગયા હતા. જ્યાં મરચાંની ડબ્બીમાંથી ઈયળો નીકળતા ભરતભાઈએ હોટલના મેનેજરને આ વિશેની ફરિયાદ કરી હતી.

એવું લાગે કે મેનેજર સાહેબનું મોં નીચું પડી જશે, તેની જગ્યાએ મેનેજરે કહ્યું હતું કે, ‘આવું તો ચાલ્યા કરે.’ સાથે જ તેમણે બિલ માફ કરવાની તૈયારી દર્શાવી હતી. આખરે ભારતભાઈ પરમારે આ અંગેની ફરિયાદ ગ્રાહક સુરક્ષા મંડળ અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં કરવાની તજવીજ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments