Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: દારૂના નશામાં શખ્સે લોખંડનો પાઈપ ઝીંકી રીક્ષાનો કાચ તોડી નાખ્યો

સુરેન્દ્રનગર: દારૂના નશામાં શખ્સે લોખંડનો પાઈપ ઝીંકી રીક્ષાનો કાચ તોડી નાખ્યો

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળા દિવસે દારૂડિયાએ આતંક મચાવ્યો હતો અને ઓટોરીક્ષાની આગળનો કાચ તોડી નાખ્યો હતો. આ ઘટના પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ફરી આંગળી ચીંધાઈ છે. છેલ્લા કેટલાક દિવસથી સુરેન્દ્રનગરમાં ચોરી, લૂંટફાટની ઘટનાઓ છાસવારે બની રહી છે. તેમાં હવે દારૂડિયાની આ હરકતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સૌ પહેલી વાત તો એ કે ગુજરાતમાં દારૂબંધી છે તો ભાઈશ્રી લાવ્યા ક્યાંથી?

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે સુરેન્દ્રનગર શહેરના ભારતપરા વિસ્તારમાં રહેતા અને ઠંડા પીણાનો વ્યવસાય કરતા દિલીપભાઈ પોતાની રીક્ષા લઈ રિવરફ્રન્ટ પરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે દારૂના નશામાં ચકચૂર એવા એક વ્યક્તિએ લોખંડનો પાઈપ ઝીંકી રીક્ષાની આગળના કાચને તોડી નાખ્યો હતો.

આ શખ્સની હરકતથી આસપાસના વિસ્તારમાં શાંતિથી વેપાર કરતા વેપારીઓમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. આ અજાણ્યા શખ્સની વિરૂદ્ધ સુરેન્દ્રનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે અને આરોપી પર કડકમાં કડક કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. હાલ પોલીસે આ દારૂડિયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments