Team Chabuk-Gujarat Desk: જામનગરના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામે ટ્રેક્ટર પલટી જતાં યુવકનું મોત નિપજ્યું. સીમમાં ખાણના કાચા માર્ગ પર ટ્રેકટર લઇ જઇ રહેલા એક યુવાનને અકસ્માત નડ્યો હતો. અચાનક ટ્રેકટર પલટી મારી જતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ટ્રેક્ટર ચાલક યુવક ખાણમાં પાવડર(ડટ)કાઢવા જઇ રહયો હતો. ત્યારે આ અકસ્માત નડયો હોવાનુ જાહેર થયુ છે.

જામજોધપુર તાલુકાના ભોજા બેડી ગામે બબીયારા સીમમાં રહેતા પાંચાભાઇ ગોગનભાઇ હુણ (ઉ.વ. 21) નામનો યુવાન પોતાનુ ટ્રેકટર લઇને ખાણમાં પાવડર (ડટ) કાઢવા માટે ગયો હતો. આ દરમિયાન બબીયારા સીમની ખાણના કાચા માર્ગ પર તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટ્રેક્ટર પલટી મારી જતાં ચાલક ટ્રેક્ટરની ટ્રોલી નીચે દટાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ નિપજયુ હતુ. બનાવની મૃતકના પિતા ગોગનભાઇ બધાભાઇ હુણએ જાણ કરતા શેઠ વડાળા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ જવાનજોધ દીકરાના મૃત્યુથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રેક્ટરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રેક્ટરની ટ્રોલી ઉપર આવી જતાં યુવક નીકળી શક્યો ન હતો. બીજી તરફ જ્યાં સુધીમાં લોકો તેના સુધી પહોંચે ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત