Team Chabuk Gujarat : ગીરનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે ગીરના સાવજની શક્તિ અને સ્વભાવ પર અનેક સવાલો ઉઠાવી રહ્યો છે. વીડિયોમાં એક શ્વાન જંગલના રાજાને અલબત્ત સિંહણને આંખ બતાવીને જતો રહ્યો અને સિંહણ કંઈ કરી ન શકી. કંઈ કરી ન શકી કે કંઈ કર્યું નહીં તે ચોક્કસ કહીં ન શકાય કારણ કે સિંહણનું કલેજુ ક્યારેય નબળું હોય ? એ સિંહ કરતાં પણ વધારે ખતરનાક હોય છે.

વીડિયો સાસણ ગીરનો હોવાનો દાવો કરાયો છે. જેમાં કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. વીડિયો જે જગ્યાએથી બનાવાયો છે ત્યાંથી સિંહણ અને શ્વાનની લડાઈ માત્ર 80થી 100 મીટર જેટલી દૂર જ લાગી રહી છે. સાસણ ગીરમાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગયા હોય તેવું લાગી રહ્યું છે.

વીડિયોમાં એક શ્વાન સિંહણ સાથે બાથ ભીડે છે. સિંહણ શ્વાનનો શિકાર કરવા શ્વાનની પાછળ ભાગી રહી છે. શ્વાન આગળ અને સિંહણ તેની પાછળ. થોડા દૂર ભાગતા ભાગતા શ્વાન રોકાઈ જાય છે. અને સિંહણ સામે ઉભીને ભસવા લાગે છે. શ્વાન સિંહમને કરડવાની પણ કોશિશ કરે છે. સિંહણના પંજામાંથી શ્વાન છૂટી જાય છે. સિંહણ ત્યાં જ ઉભી રહી જાય છે અને શ્વાન ત્યાંથી દૂર ખસી જાય છે.
આ ઘટના બાદ જ સિંહણના સ્વભાવ પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, શ્વાન સિંહણના પંજામાંથી છૂટ્યા બાદ ત્યાંથી નીકળી જવાની જગ્યાએ ફરી પાછો સિંહણ તરફ જાય છે અને સિંહણને જાણે પડકાર આપી રહ્યો હોય તેમ ભસે છે. સિંહણને ગુસ્સો આવે છે. તે શ્વાન તરફ દોડે પણ છે પરંતુ શ્વાન તેની સામે પડે છે એટલે સિંહણને પાછળ જવું પડે છે. સિંહણ જાણે શ્વાનથી ડરી ગઈ હોય તેવો ઘાટ સર્જાય છે.

સિંહણ થોડી વાર ત્યાં જ ઉભી રહે છે જેનો લાભ ઉઠાવી શ્વાન રફૂચક્કર થઈ જાય છે. જે જગ્યાથી વીડિયો ઉતારાઈ રહ્યો હતો તે જગ્યા તરફ ગતિ કરે છે. બીજી તરફ સિંહણ પણ તેનો રસ્તો પકડે છે. થોડી વાર પછી જાણ થાય છે કે ત્યાં એક નહીં પરંતુ બે સિંહણ હોય છે. બંને જંગલમાં જતી રહે છે.
શું હવે શ્વાન પણ સિંહથી નથી ડરતા ?
— thechabuk (@thechabuk) January 9, 2021
#lionvsdog #gir #Lion #dog #forest#thechabuk #teamchabuk pic.twitter.com/3KHYloUCUa
આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો શ્વાનની હિંમતના વખાણ કરી રહ્યા છે. જો કે, વીડિયો પાછળ ટીમ ચાબુકનું એક ઓબ્ઝર્વેશન પણ નોંધવા જેવું છે. આ વીડિયો પરથી સિંહણને નિડર કે અશક્ત ન જ કહીં શકાય. કારણ કે સિંહણ જ્યારે શ્વાનની પાછળ દોડી રહ્યો હતો તેનાથી થોડે દૂર જ વાહનોમાં કેટલાક લોકો છે. જેનાથી કદાચ સિંહણનું ધ્યાન ભટક્યું હોઈ શકે છે. એટલે જ સિંહણ પોતાની જગ્યાએ ઉભી રહી જાય છે અને આગળ વધતી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત