Homeગુર્જર નગરીઅમદાવાદ: "તું સબંધ નહીં રાખે તો તારા બાળકોને મારી નાખીશ" કહેનારા આરોપીની...

અમદાવાદ: “તું સબંધ નહીં રાખે તો તારા બાળકોને મારી નાખીશ” કહેનારા આરોપીની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક યુવકે હદ વટાવી. એક પરણિત યુવતીની તેના ઘરમાં જઈને છેડતી કરી એટલું જ નહીં યુવતીને ધમકી આપી કે તુ પ્રેમ સંબંધ નહીં રાખે તો તારા બાળકોને મારી નાખીશ. શહેરના જમાલપુર વિસ્તારનો આ કિસ્સો છે. જ્યાં એક યુવક નજીકમાં રહેતી યુવતીને પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતો હતો. તાજેતરમાં જ એક દિવસ યુવતી ઘરે હાજર હતી ત્યારે આ યુવક ઘરમાં ઘુસી આવ્યો હતો અને બાદમાં યુવતીને બાહોપાશમાં પકડી છેડતી કરવા લાગ્યો હતો. યુવતીની છેડતી કરી ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

આ સમગ્ર મુદ્દે યુવતીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે ગુનો નોંધી આરોપીને તાત્કાલિક ઝડપી લીધો હતો.આરોપીની પૂછપરછ દરમિયાન તેનુ નામ સલમાન ઉર્ફે કાળી નાગોરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.

Arrest of the accused who threatened the girl in Ahmedabad

જમાલપુરમાં 29 વર્ષીય યુવતી તેના બે બાળકો સાથે રહે છે. પતિ નોકરીના કામથી અવાર નવાર બહાર ગામ જતો હોય છે. આ તમામ વાતોની આરોપી યુવકને અગાઉથી જાણ હતી. જે બાદ અનેકવાર આરોપી યુવતીનો પીછો પણ કરતો હતો અને વારંવાર પ્રેમ સંબંધ રાખવા કહેતો હતો. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments