Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી હાલતા ચાલતા માણસોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ક્રિકેટ રમતાં રમતાં છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા યુવાનોના મોત થયા છે. અચાનક આવી રહેલા હાર્ટ એટેકથી લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. ત્યારે આવી વધુ એક ઘટના રાજ્યમાં બની છે. અરવલ્લી જિલ્લામાં ક્રિકેટ રમતા-રમતા હાર્ટએટેક આવતા 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. જે બાદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અરવલ્લીના મોડાસામાં ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતો 20 વર્ષીય પર્વ કેતનકુમાર સોની રવિવારે ક્રિકેટ રમવા ગયો હતો. મેદાનમાં ક્રિકેટ રમતી વખતે અચાનક તેને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. છાતીમાં વધુ દુઃખાવો થતો હોવાથી તે મેદાન પર જ બેસી ગયો હતો. સાથી મિત્રોએ તેની આવી હાલત જોઈ તેને લઈને હોસ્પિટલ તરફ દોટ મુકી હતી. જો કે, પર્વને સારવાર મળે તે પહેલાં જ તેના ધબકારા થંભી ગયા હતા. હોસ્પિટલમાં હાજર તબીબોએ પર્વને મૃત જાહેર કર્યો હતો.

ખબર વગર આવે છે સાઈલેન્ટ હાર્ટ એટેક, કોઈપણ લક્ષણો દેખાય વગર જીવ ગુમાવી શકો છો, આ રીતે કરો બચાવ
સાયલેન્ટ હાર્ટ એટેકના જોખમને ટાળવા માટે જરૂરી છે કે તમે સમય-સમય પર તમારું ચેકઅપ કરાવતા રહો. દરરોજ કસરત કરો અને સ્ટ્રેસ ન લો પૂરતી ઊંઘ લો. આ સિવાય એ પણ જરૂરી છે કે તમે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખો અને શરીરમાં કોઈપણ લક્ષણોને નજર અંદાજ કરવાને બદલે ડૉક્ટરનો સંપર્ક કરો.
છેલ્લા કેટલાક વર્ષોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ પણ ઘણું વધી ગયું
સાયલેન્ટ હાર્ટ એટેક આવવા પર તેના કોઈપણ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી
ડાયાબિટીસ અને મોટી ઉંમરના લોકોમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે
છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત બીમારીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પહેલા 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વધુ હાર્ટ એટેક આવતા હતા, હવે 30 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો પણ તેનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ પણ ઘણું વધી ગયું છે. આ સ્થિતિમાં સાયલન્ટ હાર્ટ એટેક શું છે અને તે સામાન્ય હાર્ટ એટેકથી કેટલો અલગ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ સાયલન્ટ હાર્ટ એટેક સંબંધિત તમામ મહત્વની જાણકારી અંગે.
શું હોય છે સાયલેન્ટ હાર્ટ એટેક ?
સાયલેન્ટ હાર્ટ એટેકને સાયલેન્ટ ઇસ્કેમિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. સાયલેન્ટ હાર્ટ એટેક આવવા પર તેના કોઈપણ લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી. સામાન્ય રીતે હાર્ટ એટેક આવવા પર છાતીમાં દુ:ખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને પરસેવો વળવો જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ સાયલેન્ટ હાર્ટ એટેકમાં એવું જરૂરી નથી કે વ્યક્તિ આ બધા લક્ષણોને અનુભવે.
હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે તમારા હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નથી મળતું. સામાન્ય રીતે ધમનીઓમાં પ્લાક જમા થવાને કારણે હૃદય સુધી લોહી પૂરતા પ્રમાણમાં પહોંચતું નથી. એવા ઘણા લોકો છે જેમને ખબર પણ નથી હોતી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ઘણા કિસ્સાઓમાં જ્યારે ડોકટર તપાસ કરે છે ત્યારે ખબર પડે આવે છે. ઈસીજીની સાથે અન્ય ઘણા ટેસ્ટ છે જેના દ્વારા સાયલેન્ટ હાર્ટ એટેકની ખબર પડી શકે છે. ઘણી વખત હાર્ટ એટેકના લક્ષણોને લોકો અન્ય કોઈ સમસ્યાના લક્ષણો સમજી ઈગ્નોર કરતા હોય છે.
ખબર વગર પણ આવી શકે છે હાર્ટ એટેક ?
હા ઘણી વાર વ્યક્તિને જાણ વગર જ હાર્ટ એટેક આવી શકે છે અને તેથી જ તેને સાયલેન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે. જ્યારે સાયલેન્ટ હાર્ટ એટેક આવે છે ત્યારે તેના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અથવા તો બિલકુલ દેખાતા નથી. આ સ્થિતિમાં હ્રદયમાં જતો લોહીનો પ્રવાહ થોડા સમય માટે બંધ થઈ જાય છે જેના કારણે હૃદયની માંસપેશીઓ ડેમેજ થઈ જાય છે.
ક્યા લોકોને સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ છે ?
ઉત્તર પ્રદેશના જાણીતા સિનિયર ફિઝિશિયન કન્સલ્ટન્ટ ડૉ.કલીમ અહમદ, એમડી મેડિસિને જણાવ્યું કે સામાન્ય હાર્ટ એટેકમાં છાતીમાં ખૂબ જ દુખાવો થાય છે જ્યારે સાયલેન્ટ હાર્ટ એટેકમાં આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળતા નથી.
ડૉક્ટર અહમદનું કહેવું છે કે ડાયાબિટીસ અને મોટી ઉંમરના લોકોમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે જોવા મળે છે. ડૉક્ટરે જણાવ્યું કે ઘણી વખત કોઈ અંડરલાઈન રોગને કારણે લોકોની ધમનીઓ બ્લોક થઈ જાય છે જેના વિશે તેમને પહેલાથી કોઈ જાણકારી નથી હોતી. આ સ્થિતિમાં સાયલેન્ટ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તેમણે કહ્યું કે એવા ઘણા લોકો છે જેઓ હાર્ટ એટેકના લક્ષણોને એસિડિટી અથવા અન્ય કોઈ સમસ્યા સમજીને તેની અવગણના કરે છે.
સાયલેન્ટ હાર્ટ એટેકના લક્ષણો
ડો. કલીમ અહમદે જણાવ્યું કે સામાન્ય રીતે સાયલેન્ટ હાર્ટ એટેકના કોઈ લક્ષણો દેખાતા નથી પરંતુ બહુ ઓછા કેસમાં સાયલેન્ટ હાર્ટ એટેક પહેલા વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ તેનાથી ઉલટુ સામાન્ય હાર્ટ એટેકમાં વ્યક્તિને છાતીમાં તીવ્ર દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો અને ડાબા હાથમાં દુખાવો અને જડબામાં દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.
સાયલેન્ટ હાર્ટ એટેકના મુખ્ય કારણો
ડો કલીમ અહમદે જણાવ્યું કે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ જોવા મળે છે જે મીણ જેવો પદાર્થ છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે ત્યારે તે ધમનીઓમાં જમા થવા લાગે છે. ધમનીઓમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે હૃદયમાં જતું લોહી અને ઓક્સિજનનો પ્રવાહ બંધ થવા લાગે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો હૃદયને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન મળતો નથી. આ પણ છે મુખ્ય કારણો-
સ્થૂળતા
ધૂમ્રપાન
અનહેલ્ધી જીવનશૈલી
સ્ટ્રેસ
ઊંઘનો અભાવ
કસરત ન કરવી
હાઈ બ્લડ પ્રેશર
હાઈ શુગર લેવલ
હાઈ કોલેસ્ટ્રોલ લેવલ
સાયલેન્ટ હાર્ટ એટેકના જોખમથી બચવાના ઉપાયો
ડો કલીમ અહમદે જણાવ્યું કે સાયલેન્ટ હાર્ટ એટેકના જોખમને ટાળવા માટે જરૂરી છે કે તમે સમય-સમય પર તમારું ચેકઅપ કરાવતા રહો. દરરોજ કસરત કરો અને સ્ટ્રેસ ન લો પૂરતી ઊંઘ લો. આ સિવાય એ પણ જરૂરી છે કે તમે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખો અને શરીરમાં કોઈપણ લક્ષણોને નજર અંદાજ કરવાને બદલે ડૉક્ટરનો સંપર્ક કરો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત