Homeગુર્જર નગરીઆ છે ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમન, જેને 12 વર્ષની ઉંમરે ખૂદનો પરિચય થઈ...

આ છે ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમન, જેને 12 વર્ષની ઉંમરે ખૂદનો પરિચય થઈ ગયેલો

Team Chabuk-Gujarat Desk: ટ્રાન્સવુમનની ઘટનાઓ પ્રથમ પશ્ચિમમાં બનતી હતી. ધીમે ધીમે ભારતમાં ઘટનાઓ બનવા લાગી અને હવે ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમન તરીકેનું રાજ્ય સરકારે જેને સર્ટિફિકેટ આપ્યું છે તેનું નામ છે સંદીપ. પણ હવે તેને અલીશા પટેલ (alisha patel) તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ વખત ઓપરેશન કરી તે સંદીપમાંથી અલીશા બની છે (surat sandeep patel become alisha patel). અલીશા પટેલની ઉંમર 39 વર્ષની છે. જાતિય પરિવર્તન કર્યા બાદ સુરતના જિલ્લા કલેક્ટર દ્વારા તેને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્રના આધાર પર હવે તે રાજ્યની (gujarat) પ્રથમ (first) ટ્રાન્સ (trans) વુમન (women) બની ચૂકી છે.

લોકો એક જ વાત જાણવા ઉસ્તુક છે કે સંદીપમાંથી અલીશા બનવા માટે તેણે કેટલો ખર્ચો કર્યો ? ખર્ચની રકમ છે આઠ લાખ રૂપિયા. સંદીપની વય 12 વર્ષની હતી જ્યારે તેને પહેલી વખત એવી અનુભૂતિ થઈ કે તેને છોકરીઓની વસ્તુઓ આકર્ષી રહી છે. તેને ગુલાબી રંગથી લઈને ઢીંગલી પસંદ આવવા લાગી હતી. તે કોઈ પણ વસ્તુની કાળજી પણ એક છોકરીની માફક જ લેતો હતો. ત્યાં સુધી કે તેને તો શાળામાં સ્કર્ટ પહેરવાનું મન થતું હતું. જ્યાં તેની ઉંમરના છોકરાઓને ગાડી પાછળ બેસવાના અને ધીંગામસ્તી કરવાના અભરખા હોય તેનાથી વિપરિત અલીશાનું હતું. જે તેની અંદરને અંદર વિસ્મયનું વિશ્વ ઊભું કરતું હતું.

જણાવી દઈએ કે વર્ષ 2019માં સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે, લીંગ પરિવર્તન કર્યા બાદ યુવક હોય કે યુવતી તેને પોતાની આગવી ઓળખ આપવામાં આવશે. આ સમાચાર જ્યારે સંદીપની આંખો સામે આવ્યા તો તે ખુશ ખુશાલ થઈ ગયો હતો અને સર્જરી કરવાનું નક્કી કરી લીધું હતું. ખાસ વાત તો એ કે આવી વાતમાં પરિવારજનો પર દુખના ડુંગર તૂટી પડતા હોય છે, પણ અલીશાના પરિવારે તેને પૂરતો ટેકો આપ્યો હતો. આલિશા પણ આ અંગે એમ જ કહે છે કે, કાયદાએ તો કાગળ પર માન્યતા આપી દીધી છે, બસ હવે સમાજ અને લોકો પણ આ વાતનો સ્વીકાર કરે એ જરૂરી છે.

કેટલીય માનસિક અડચણોમાંથી સંદીપ પસાર થયો હતો. એણે ડિપ્લોમાં એન્જિનિયરિંગ કર્યું હતું. ને એક દિવસ તેના મને નિર્ધાર કરી લીધો કે તે સમાજની સામે પોતાની વાસ્તવિકતા લાવશે. સંદીપમાંથી અલીશા બનતા તેણે ત્રણ ત્રણ સર્જરી કરાવી હતી. સંદીપના ઘરમાં છ બહેનો અને તેમાં તે સૌથી નાનો હતો. પણ હવે બહેનોની સંખ્યા સાત થઈ ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments