Team Chabuk-Gujarat Desk: ગુજરાતી આલ્બમમાં કામ કરતી સુંદર અભિનેત્રીએ એક યુવકને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. અરવલ્લી જિલ્લામાં આ મામલે હનીટ્રેપનો પ્રથમ કેસ નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં નોંધાયેલા કેસમાં ગુજરાતી આલ્બમમાં કામ કરતી અભિનેત્રી પોતાના મોજ શોખ પુરા કરવા અને હાઈપ્રોફાઈ જીવન જીવવા માટે એક યુવકને પ્રેમજાળમાં ફસાવીને 7 લાખ રૂપિયા ખંખેરી લીધા હોવાનું જણાવવામાં આવ્યું છે.
લગ્ન કરવાનું કહીને યુવક પાસેથી રૂપિયા પડાવ્યા
મળતી માહિતી પ્રમાણે ધનસુરાના જીનેશ પટેલ નામના યુવકને ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતી આલ્બમની અભિનેત્રી યશ્વી (યશવી) પટેલ સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ ફરિયાદી જીનેશ પટેલ અભિનેત્રી યશ્વિ પટેલના પરિવારને મળ્યો હતો. અભિનેત્રી યશ્વી પટેલે યુવકને કહ્યું હતું કે, હું તને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથેજ કરીશ. આવું કહીને યુવકને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો.
અલગ અલગ બહાના આપીને રૂપિયા પડાવ્યા
અભિનેત્રી યશ્વી પટેલે યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી અને બંને જણા થોડા સમય બાદ લગ્ન કરી લઈશું તેવું કહી યુવક પાસેથી રૂપિયા ખંખેરવાના ચાલુ કર્યા. શોપીંગના બહાને, ફી ભરવાના બહાને, પપ્પા બીમાર છે તેવું કહી યુવક પાસેથી આ અભિનેત્રીએ 7 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે.
અભિનેત્રી દ્વારા અવારનવાર રૂપિયાની મંગણીઓ કરવામાં આવતા યુવક પોતાને છેતરાતો હોવાનું જણાઈ આવતા યુવકે અભિનેત્રીની માંગણીઓ પુરી કરવાનું બંધ કરી દેતા અભિનેત્રીએ યુવકનો સંપર્ક બંધ કરી દીધો હતો. ત્યારબાદ યુવક નાસીપાસ થઈ જતા સામાજિક આગેવાનો અને સામાજિક યુવાનોએ હિમ્મત આપતા તેને ધનસુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ અભિનેત્રી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ મામલે અરવલ્લી પોલીસે હનીટ્રેપમાં ફસાવી યુવક પાસેથી રૂપિયા ખંખેરનાર અભિનેત્રી યશ્વી પટેલ સહિત અન્ય ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી હનીટ્રેપની ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને જિલ્લામાં આવા અન્ય કોઈ યુવકો હનીટ્રેપના શિકાર થયા હોય તે અરવલ્લી પોલીસનો સંપર્ક કરે, ભોગ બનનારનું નામ ગોપનીય રાખવામાં આવશે તેવી અપીલ અરવલ્લી જિલ્લા પોલીસવડાએ કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
