Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં અવારનવાર સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં ચડી આવે છે અને પશુઓનું મારણ કરે છે. ત્યારે તાજેતરમાં જ જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સિંહે વાછરડાનો શિકાર કર્યો છે. સિંહે તરાપ મારીને વાછરડાને પોતાના જડબામાં પકડી લીધું હતું અને વાછરડાને લઈને ત્યાંથી ચાલ્યો ગયો હતો. શિકારની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
આ ઘટના જૂનાગઢના ભવનાથ વિસ્તારની છે. જ્યાં સવરા મંડપ નજીક શાંતિથી બેઠેલા એક વાછરડાનો શિકાર સિંહે કર્યો છે. સિંહે પાછળથી આવીને વાછરડાને પકડી લીધું હતું. સમગ્ર ઘટના સીસીટવીમાં કેદ થઈ છે. ઘટના ગઈકાલ 29 એપ્રિલની છે. રાત્રે 8 વાગીને 27 મિનિટની આસપાસ સવરા મંડપ પાસે એક વાછરડું બેઠું હતું તે દરમિયાન અચાનક જ પાછળથી સિંહ આવી ચડે છે. સિંહ જ્યારે નજીક પહોંચે છે ત્યારે વાછરડાને સિંહ આવ્યાની જાણ થાય છે અને વાછરડું સિંહથી બચવા દોડવા જાય છે પરંતુ ત્યાં જ સિંહ તરાપ મારીને વાછરડાને પકડી પાડે છે અને પોતાના મોઢામાં દબાવીને ત્યાંથી સિંહ ચાલ્યો જાય છે. આમ દોટ મૂકીને વાછરડાનો શિકાર કરતી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
જૂનાગઢમાં વાછરડાનો શિકાર કરતો સિંહ#junagadh #lion pic.twitter.com/MPGTBYk4Xd
— thechabuk (@thechabuk) April 30, 2022
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત