Homeગુર્જર નગરીઅરવલ્લીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલે મોટો ખુલાસો, ટેસ્ટિંગ વખતે થયો બ્લાસ્ટ

અરવલ્લીમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલે મોટો ખુલાસો, ટેસ્ટિંગ વખતે થયો બ્લાસ્ટ

Team Chabuk-Gujarat Desk: અરવલ્લીમાં મોડાસા ખાતે આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં 4 વ્યક્તિ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ફેક્ટરીમાં અચાનક આગ લાગવા મામલે પ્રત્યક્ષદર્શીનું જે નિવેદન આવ્યું છે તે ચોંકાવનારું છે. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા પ્રમાણે ફેક્ટરીમાં ટેસ્ટીંગ દરમિયાન ફટાકડામાં બ્લાસ્ટ થયો હતો. બીજા બ્લાસ્ટ પછી ફેક્ટરીમાં આગ લાગી ગઈ હતી. ધૂમાડો થતા દેખાવાનું બંધ થઈ ગયું હતું.

મહત્વનું છે કે, ગઈકાલે અરવલ્લીના મોડાસામાં લાલપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે મોડાસા, ગાંધીનગર, પ્રાંતિજ, ઈડર, વડાલીથી ફાયર ફાઈટર બોલાવવાની જરૂર પડી હતી. આ આગ પર કાબૂ મેળવવા માટે આજે વહેલી સવાર સુધી પ્રયત્નો ચાલુ રહ્યા હતા. ઘટનામાં ચાર વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે. ઘટનામાં પાંચ વ્યક્તિને સલામત બચાવી લેવાયા છે. આ મામલે ફાયર એનઓસીથી લઈ ફાયર માટેના સાધનો અંગે તપાસ ચાલુ કરાઈ છે. આ આગમાં 8 કાર, 15 બાઈક અને 2 ટ્રક પણ સળગીને રાખ થઈ ગયા હતા. આ મામલામાં ગોડાઉન માલિક અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે.

આ આગમાં ફેક્ટરીમાં કામ કરતાં લલિત, અજય, રામભાઈ, સાજન નામના ચાર મજૂરોના મોત થયા છે. ત્યારે આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

તાજેતોજા ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments