Team Chabuk-National Desk: સૌથી વધુ વસ્તી મામલે ચીનની સાઈડ કાપીને ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો વિશ્વનો દેશ બની ગયો છે.સંયુક્ત રાષ્ટ્ર (united nations) અનુસાર ભારતની વસ્તી વધીને 142.86 કરોડ થઈ ગઈ છે. જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે. વસ્તીના મામલે ભારતે ચીનને પણ રાખી દીધું છે.
સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ ભારત હવે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની વસ્તી 142.86 કરોડ પર પહોંચી ગઈ છે જ્યારે ચીનની વસ્તી 142.57 કરોડ છે. ભારતની વસ્તી હવે વધીને 29 લાખ થઈ ગઈ છે. 1950 પછી આ પહેલીવાર છે કે જ્યારે ભારતની વસ્તી ચીનની વસ્તીથી આગળ નીકળી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રે ગયા વર્ષે આગાહી કરી હતી કે આવતા વર્ષ સુધીમાં ભારત વસ્તીના મામલે ચીનને પાછળ છોડી દેશે.
યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ, 2023 ડેમોગ્રાફિક ડેટામાં ચીનની 142.57 કરોડની સરખામણીમાં ભારતની વસ્તી 142.86 કરોડ હોવાનો અંદાજ છે. આંકડાઓ પર નજર કરીએ તો 340 મિલિયનની વસ્તી સાથે અમેરિકા ત્રીજા નંબરે છે.
સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે ભારતમાં દર વર્ષે લગભગ 25 મિલિયન બાળકો જન્મે છે. ભારત કરતાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં લગભગ અડધા બાળકોનો જન્મ થાય છે. 2022માં ચીનમાં 95 લાખ બાળકોનો જન્મ થયો હતો. 2021ની તુલનામાં આ લગભગ 10 ટકાનો ઘટાડો હતો. 2050 સુધીમાં ભારતની વસ્તી 166 કરોડની આસપાસ હશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
