Team Chabuk-Gujarat Desk: ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP (Gujarat DGP) તરીકે 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો છે. વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થયા છે. જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે. વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા.
આઈપીએસ અધિકારી વિકાસ સહાય પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાને 6 મહિનાનું એક્સ્ટેન્શન અપાયુ હતું. આઈપીએસ વિકાસ સહાયનું નામ ચર્ચામાં હતું. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ પણ ચર્ચામાં રહ્યુ હતું. આ સાથે જ સુરતના સીપી અજય તોમર પણ આ રેસમાં સામેલ હતા. રાજ્યના નવા ઈન્ચાર્જ ડિજીપી તરીકે વિકાસ સહાયનનું નામ જાહેર કરાયું છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા