- એશિયાના સૌથી વૃદ્ધ સિંહ ધીરે લીધા અંતિમ શ્વાસ
- સક્કરબાગ ઝૂમાં ધીરે અંતિમ શ્વાસ લીધા
- ધીર નામનો સિંહ 22 વર્ષ જીવ્યો
- 2004માં રેસ્ક્યૂ કરીને ઝૂમા લવાયા હતા
Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના સક્કરબાગમાં સૌનો માનીતો સિંહ ધીર હવે આપણી વચ્ચે નથી. 22 વર્ષનું આયુષ્ય ભોગવી ધીરે અંતિમ શ્વાસ લીધા છે. જાણકારોનું માનવું છે કે કોઈ સિંહ 22 વર્ષ જીવ્યો હોય તેવી ગીરના ઈતિહાસની કદાચ આ પ્રથમ ઘટના છે. સામાન્ય રીતે જંગલમાં રહેતાં સિંહનું સરેરાશ આયુષ્ય 8થી 10 વર્ષનું હોય છે અને પ્રાણી સંગ્રહાલયમાં રહેતાં સિંહનું આયુષ્ય 15થી 17 વર્ષનું હોય છે પરંતુ ધીર નામના આ સિંહે 22 વર્ષનું દીર્ધાયું ભોગવ્યું.

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં ધીર અને વીર નામના બે સિંહ હતા. બંને ભાઈઓને ઝૂમાં વર્ષ 2004માં રેસ્ક્યૂ કરીને લવાયા હતા. જેમાંથી વીર નામના સિંહનું થોડા સમય પહેલાં જ મૃત્યુ થયું હતું.

આ અંગે સક્કરબાગ ઝુના આર.એફ.ઓ નિરવકુમાર મકવાણાએ જણાવ્યું કે, ધીરને વૃદ્ધાવસ્થાના કારણે વેટરિનરી તેમજ કીપર સ્ટાફના નિરીક્ષણમાં રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ઝૂમાં રહેતા સિંહ 15થી 16 વર્ષનું આયુષ્ય ભોગવે છે પરંતુ ધીરે 22 વર્ષનું દીર્ધ આયુષ્ય ભોગવી વિદાય લીધી. એશિયાટિક સિંહ પ્રજાતિ માટેની આ દુર્લભ ઘટના છે. તેમણે કહ્યું કે, એશિયાટિક સિંહની પ્રજાતિમાં ધીર સૌથી મોટી વયનો સિંહ હતો તેવું કહી શકાય. ધીરનું નિધન થતાં સિંહ પ્રેમીઓએ શોક વ્યક્ત કર્યો છે.
તાજેતાજો ઘણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત