Homeગુર્જર નગરીએક સમયે 150થી 200 રૂપિયા મળતા હતા, આજે આ કામ થકી દૈનિક...

એક સમયે 150થી 200 રૂપિયા મળતા હતા, આજે આ કામ થકી દૈનિક રૂપિયા 500ની કમાણી કરે છે સવિતાબહેન

મહીસાગર/માહિતી વિભાગ/ જે.કે.રાવલ: મહિલાઓના ઉત્થાન અને મહિલા સશક્તિકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ગામેગામ મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળોની રચના કરી છે. રાજ્ય સરકારના પ્રયાસો થકી મહિલાઓએ આત્મસુઝથી સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લામાં લાડવેલ ગામના પવનપુત્ર સખી મંડળની મહિલાઓએ  ગૃહ સજાવટની અનેકવિધ વસ્તુઓ તૈયાર કરી રોજગારી માટે અનેરો પ્રયાસ આદર્યો છે.

સખી મંડળના પ્રમુખ પટેલ મંજુલાબેન રાજેશભાઈએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, સૌ પ્રથમ રાજ્ય સરકારની મિશન મંગલમ યોજનામાં જોડાવા માટે ગામના અલગ અલગ કુટુંબના ૧૨ જેટલા સભાસદો મળી નવીન મંડળની રચના વર્ષ ૨૦૧૮માં કરી હતી, ત્યારબાદ મંડળ નિયમિત અને સારી રીતે ચાલતું હોવાથી તાલુકા પંચાયત લુણાવાડા હેઠળની મિશન મંગલમ શાખા દ્રારા ગ્રેડીંગ થતા રૂા. ૧૫ હજારનું રીવોલ્વીગ ફંડ આપવામાં આવ્યું હતું.

AD

આ પહેલા સભાસદોની માસિક આવક નહીંવત હતી. મંડળની બચત અને રીવોલ્વીગ ફંડનું ભંડોળ સભાસદોના આકસ્મિક જરૂરિયાતો જેવી કે બાળકોના શિક્ષણની ફી ભરવી, આરોગ્ય સારવાર અને સામાજીક ખર્ચ માટે આંતરીક ધિરાણ થકી સભાસદોના રોજબરોજના કાર્યો માટે નાણાંકીય લેવડ દેવડ કરવામાં આવી. ત્યારબાદ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક લાડવેલ દ્રારા પ્રથમ અમારા મંડળને રૂા.૧લાખનું કેશ ક્રેડિટ ધિરાણ આપવામાં આવ્યું છે. આ રકમ અમોએ અમારાં સભ્યોની આજીવિકામાં વધારો થાય તે માટે પોતાના ક્ષેત્રોમાં ઉપયોગમાં લઇ આવક વધારો કરવાના પ્રયાસો આદર્યા છે.

મંડળના મંત્રી સવિતાબેન જણાવે છે કે, અમારો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી અમે છુટક પશુપાલન કરતા હતા ત્યારે અમને માંડ દૈનિક ૧૫૦ થી ૨૦૦ રુપિયા અનિયમિત મજુરી મળતી હતી ગામમાં બીજો કોઇ ધંધો ન હોવાથી આર્થિક પરિસ્થિતી ખુબ જ કથળેલી હતી. ત્યારે દોરી વણાટ મારફતે સારી એવી આવક મેળવી શકાય છે. તે માટે ગૃહ સજાવટની અનેકવિધ વસ્તુઓ દ્રારા અમારા હાથ બનાવટ ઉધોગ સ્થાપવાનું સ્વપ્ન પુરુ થયુ અમે સૌ મળી મંડળના સભાસદો હાલ મોટા પ્રમાણમાં તોરણ, બેગ, હિંચકા વગેરે વસ્તુઓનું મોટા જથ્થામાં ઉત્પાદન કર્યુ છે. આ વસ્તુઓનાં વેચાણ માટે સરકાર મારફતે આયોજીત મેળાઓ તે સિવાય મોટા માર્કેટ, છૂટક માર્કેટ, હાટ બજાર વગેરે સ્થળોએ વેચાણ કરી હાલમા અમે ૫૦૦ જેટલી દૈનિક આવક મેળવીએ છીએ.

AD

અમારાં કુટુંબમાં સવિશેષ પરિવર્તન આવ્યું છે, અને અમારું જીવન ધોરણ ઘણું ઉચું આવ્યું છે તે માટે અમો સૌ સરકારનો, એન.આર.એલ.એમ યોજનાના આભારી છીએ અને સરકાર સાથે અમોએ આ કામગીરી થકી આજીવિકા મળતા પરિવર્તન તરફ પ્રયાણ કર્યુ, તે મુજબ સમાજના દરેક મહિલા આ પ્રકારના કાર્યો હાથ ધરી તેઓનું જીવનધોરણ પરિવર્તન કરી શકે છે. સૌ બહેનોએ આવા કાર્યમાં જોડાવા પ્રયત્નશીલ બનવું જોઈએ.

પવન પુત્ર મિશન મંગલમ મંડળની વાત કરતા મહીસાગર ડી.આર.ડી.એ ડાયરેકટર પાટીદાર જણાવે છે કે, રાજ્ય અને રાષ્ટ્રિય કક્ષાના સરસ મેળાઓમાં સ્ટોલ ઉભા કરી આ મંડળએ વર્ષ ૨૦૧૮ ૧૯ સમય દરમિયાન દિલ્હી ખાતે મેળામાં સ્ટોલ પ્રદર્શન મારફતે ૬૫૦૦૦નું વેચાણ કરેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯ સમય દરમિયાન જૂનાગઢ ખાતે મેળામાં સ્ટોલ પ્રદર્શન મારફત ૧૮૦૦૦/-નું વેચાણ કરેલ છે. ચાલુ વર્ષ- ૨૦૨૧-૨૨ સમય દરમિયાન ગાંધીનગર ખાતે મેળામાં સ્ટોલ પ્રદર્શન મારફતે ૪૫૦૦૦નું વેચાણ કરેલ છે. તદઉપરાંત સ્થાનિક લેવલના મેળાઓમાં વેચાણ અને પ્રદર્શન કરી સારી રીતે કામગીરી કરવામાં આવેલ છે. જેના થકી આ મંડળના સભાસદો સારી આવક મેળવી રહ્યા છે.

AD

આગામી સમયમાં દિપાવલી પર્વમાં મોતીના તોરણ,જુટની પ્રોડકટ,નારિયેલના કુચાં માંથી બનતી વસ્તુઓ, વેસ્ટ માંથી બેસ્ટ,હેગિંગ તોરણ, સ્ટોન માંથી બનતી વસ્તુઓ અને લાઇટીંગ વાળી પ્રોડકટ સહિતની અનેક સુશોભનના આર્ટિકલની માંગ જોવા મળતા મંડળમાં અનેરો ઉત્સાહ છે જે અન્ય મહિલાઓ માટે પ્રેરક બની રહયો છે. મહિલાઓની સામુહિક સંગઠન શકિત થકી મહીસાગરના પવન પુત્ર મિશન મંગલમ મંડળે સુશોભનની ચીજવસ્તુઓમાં મહારથ મેળવી આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments