Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેર હોમગાર્ડ્સ દળમાં નિષ્કામ સેવા આપવા માંગતા માનદ હોમગર્ડ્સ સભ્યોની ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરતી થવા માટે ઓછામાં ઓછી લાયકાતમાં પુરૂષ ઉમેદવારની શૈક્ષિણક લાયકાત ધોરણ ૧૦ પાસ, ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ, વજન ૫૦ કિલો, ઉંચાઈ ૧૬૨ સે.મી., છાતી ૭૯ સે.મી. + ( ૫ સે.મી. ફુલાવી શકવા જોઈએ) હોવી જોઈએ. અને સ્ત્રી ઉમેદવારમાં શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ, ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ, વજન ૪૦ કિલો, ઉંચાઈ ૧૫૦ સે.મી. હોવી જોઈએ.

આ તમામ ઓછામાં ઓછી લાયકાત પરિપૂર્ણ કરનાર ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરવાની રહેશે. જેમાં પુરુષ ઉમેદવારને ૦૯ મીનીટમાં ૧૬૦૦ મીટર દોડ અને સ્ત્રી ઉમેદવારોને ૦૫ મીનીટ ૨૦ સેકન્ડમાં ૮૦૦ મીટર દોડની શારીરિક કસોટી પાસ કરવાની રહેશે.

ભરતીમાં માટેના ફોર્મ છેલ્લી તા. ૩૧-૧૦-૨૦૨૧ સુધીમાં જમા કરી શકશે. ભરતીના ફોર્મ ઝોન-એ કચેરી માટે ઈ-૮૦૫, ૮મો માળ, કુબેર ભુવન, કોઠી કમ્પઉન્ડ, રાવપુરા, વડોદરા. ઝોન-બી અને મહિલા વિંગ કચેરી માટે C/૨૯ અને C/૩૦, સરકારી વસાહત, સલાટવાડા, રાવપુરા, વડોદરા અને બાજવા કચેરી, ગ્રામ પંચાયતની બાજુમાં, બાજવા, વડોદરા ખાતેથી મળશે. ફોર્મ મેળવવાનો સમય ૦૪.૦૦ થી ૦૬.૦૦ કલાકનો છે. વધુ માહિતી માટે www.homeguards.gujarat.gov.in પર મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત