Team Chabuk-Gujarat Desk: ગુજરાતના જાણીતા લોકગાયિકા કાજલ મહેરિયાની કાર પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગત રાત્રે લોકગાયિકા કાજલ મહેરિયાનો પાટણના ધારપુર ગામે એક કાર્યક્રમ હતો. કાર્યક્રમ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા તે વખતે આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે.
હુમલો રાત્રિના સમયે કરવામાં આવ્યો છે. જોકે, આ હુમલો કોણે કર્યો તે હજુ સામે આવ્યું નથી, પરંતુ જે રીતે કાજલ મહેરિયા પર હુમલો થયો છે તે જોતાં લાગી રહ્યું છે કે પહેલેથી આયોજન કરીને હુમલો કરવામાં આવ્યો છે. મળેલી માહિતી અનુસાર, લોકગાયિકા કાજલ મહેરિયાનો પાટણનાં ધારપુર ખાતે એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ પતાવીને જ્યારે કાજલ મહેરિયા પરત ફરતા હતા તે દરમિયાન કેટલાક શખ્સોએ તેમના પર હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

આ હુમલામાં કાજલ મહેરિયા ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પર કાજલ મહેરિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે, મારા પર આ હુમલો ઇરાદા પૂર્વક કરવામાં આવ્યો છે. જુની અદાવતને ધ્યાનમાં લઇને દિગડી ગામના કેટલાક લોકોએ આ હુમલો કર્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
