Team Chabuk-Gujarat Desk: પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિત 21 લોકો સામે થયેલા કેસમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. તમામ લોકો સામે કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી દીધી છે. આજે આ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વધુ 2 આરોપીઓને લઈ સરકારે અરજી કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે રિવિઝન અરજી માન્ય રાખી છે. આ કેસમાં હાર્દિક પટેલ સહિત 19 આરોપીઓ ઉપરાંત સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં વધુ 2 આરોપી છે. જેને લઈ હવે આ કેસમાં 21 આરોપીઓ સામે કેસની સુનાવણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વર્ષે 2017 માં પાટીદારો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી.
મહત્વનું છે કે, પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. 2 મેના રોજ આ કેસમાં તહોમતનામું સંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી હતી.
20 માર્ચ 2017 ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના એ સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરીયાદ નોંધવાઈ હતી. જે ફરિયાદ સબ કેસ પરત ખેંચવા સરકારે અરજી આપી હતી.

મહત્વનું છે કે, સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે તોફાનોના કેસ પાછા ખેંચવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ કોર્ટમાંથી 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ કેસ માટે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. આંદોલન સમયે કૃષ્ણનગર, રામોલ, બાપુનગર, નરોડા અને અન્ય જગ્યાઓ પર કેસ કરવામાં આવ્યા હતા. તેમાંથી અગાઉ પણ ત્રણ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. જે મેટ્રો કોર્ટમાં હતા અને વધુ સાત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સાથે કુલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે અને અન્ય ત્રણ કેસ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત