Homeગુર્જર નગરીઅમદાવાદઃ અમરાઈવાડીમાં ચકચારી ઘટના, બે મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ

અમદાવાદઃ અમરાઈવાડીમાં ચકચારી ઘટના, બે મહિલાને જીવતી સળગાવવાનો પ્રયાસ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં બે શખ્સોએ એક યુવતી અને તેની માતા પર પેટ્રોલ છાંટી તેને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. ઘટના શહેરના અમરાઈવાડી વિસ્તારની છે. જ્યાં આજુબાજુમાં રહેતા યુવક-યુવતી પ્રેમસબંધો બાદ ભાગી ગયા હતાં. જેથી યુવતીના પરિવારજનો નારાજ થયા હતા. આ જ અદાવતમાં યુવતીના પરિવારજનોએ મોડી રાત્રે ઘરમાં સુતેલી યુવકની માતા-બહેન પર પેટ્રોલ છાંટી તેને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત યુવકના ઘરમાં તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનામાં યુવકની માતા ગંભીર રીતે દાઝી જતાં તે સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્ત મહિલાનો દીકરો 24 જાન્યુઆરીના રોજ પડોશમાં રહેતી પ્રેમિકાને ભગાડીને લઈ ગયો હતો. જેથી યુવતીના પરિવારજનો યુવકની માતા અને તેના પરિવારને ધમકી આપી રહ્યા હતા. ગત મોડી રાત્રે એક વાગે યુવકની માતા અને તેની દીકરી ઘરે સુતા હતા ત્યારે યુવતીના ભાઈ, કાકા અને પિતરાઈ ભાઈ ઘરની બહાર આવીને તોડફોડ શરૂ કરી હતી અને ત્યારબાદ બંને પર પેટ્રોલ છાંટીને જીવતી સળગાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.

પકડાયેલા બે આરોપીઓ ફાર્મસીના વિદ્યાર્થી છે. બહેન પ્રેમમાં અંધ થઈને પ્રેમી સાથે ભાગી જતા ભાઈઓએ બદલો લેવા માટે યુવકની માતા અને બહેનને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવક અને યુવતી વચ્ચેના પ્રેમસંબધની જાણ પરિવારમાં હતી. જ્યારે આ પ્રેમીપંખીડા ઘરેથી નાસી ગયા ત્યારે યુવતીના પરિવારે યુવકની માતાને ધમકી આપી હતી અને દીકરાને પરત બોલાવવાનું કહ્યું હતું. પરંતુ યુવકનો કોઈ સંપર્ક ન થતા આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો.

Ahmedabad Crime

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments