Homeદે ઘુમા કેIND vs AUS: ત્રીજી ટેસ્ટમાં ભારતની ખરાબ શરૂઆત, પ્રથમ સત્રમાં જ ભારતની...

IND vs AUS: ત્રીજી ટેસ્ટમાં ભારતની ખરાબ શરૂઆત, પ્રથમ સત્રમાં જ ભારતની અડધી ટીમ આઉટ

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ જીતવા ઉતરેલી ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ઇન્દોર ખાતે ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આ સિરીઝની બે મેચો જીતીને ભારતીય ટીમે 2-0ની લીડ મેળવી લીધી છે. ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમનુ લક્ષ્ય સિરીઝ પર કબજો મેળવવાનું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ પણ સિરીઝમાં ટકી રહેવા મેદાને ઉતરી છે. ત્યારે મેચના પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં જ ભારતની અડધાથી ઉપર ટીમ આઉટ થઈ ગઈ છે.

ત્રીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી હાલમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરતી જોવા મળી છે.
જો કે, પહેલી ઓવરમાં જ રોહિત શર્મા બાલ-બાલ બચ્યો. એક જ ઓવરમાં રોહિત શર્માને બે જીવનદાન મળ્યા જેને ફાયદો તે ઉઠાવી ન શક્યો અને પાંચમી ઓવરના છેલ્લા બોલ પર રોહિત શર્મા સ્ટંપ આઉટ થયો. રોહિત શર્મા આઉટ થયા બાદ શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, શ્રેયસ ઐયર, વિરાટ કોહલી અને શ્રીકર ભરત પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

ત્રીજી ટેસ્ટ મેચ જીતીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા સમગ્ર સિરીઝમાં જીત મેળવવા ઇચ્છે છે. જેથી તેણે ત્રીજી મેચમાં ઘણા બદલાવો કર્યા છે. તેણે આ બે મેચ વિનર ખેલાડીઓને જ બહારનો રસ્તો બતાવ્યો છે.

રોહિત શર્માએ ટીમમાં મોટા બદલાવ કર્યા છે. સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલને બહાર કરવામાં આવ્યો છે. સતત ખરાબ ફોર્મના કારણે હવે તેને સ્થાન મળ્યું નથી. રાહુલને બહાર કરીને રોહિત દ્વારા શુભમન ગિલને મેદાને ઉતરવામાં આવ્યો છે. ત્રીજી મેચમાં રોહિતે ગિલ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી.

આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પણ આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને ઉમેશ યાદવને તક આપવામાં આવી છે. ઉમેશ યાદવ પણ ઘણી સારી બોલિંગ કરવા માટે જાણીતો છે. તે પણ અત્યાર સુધી ઘણી વિકેટ લઇ ચૂક્યો છે.

ભારતીય ટીમ: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments