Homeગુર્જર નગરીબીએપીએસના મહંત સ્વામીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, 26 દિવસના રોકાણ દરમિયાન યોજાશે વિવિધ...

બીએપીએસના મહંત સ્વામીનું રાજકોટમાં ભવ્ય સ્વાગત, 26 દિવસના રોકાણ દરમિયાન યોજાશે વિવિધ કાર્યક્રમો

Team Chabuk-Gujarat Desk: આજ રોજ 14 જૂનના દિવસે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ મહંતસ્વામીનું રાજકોટ ખાતે આગમન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાના ન્યુજર્સી, રોબિનસવિલ અક્ષરધામ મહામંદિર અને અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માતા મહંત સ્વામી રાજકોટને આંગણે પધારતા રાજકોટની ધર્મ પ્રેમી જનતામાં હર્ષનો માહોલ છવાયો હતો.

તેઓના આગમન નિમિત્તે સમગ્ર સ્વામિનારાયણ મંદિરને રંગબેરંગી સુશોભનથી શણગારાયું હતું. બાળકોએ નૃત્ય દ્વારા તેમજ યુવાનોએ ઢોલ નગારા સાથે મહંત સ્વામીને વધાવ્યા હતા. મહિલા ભક્તોએ મંદિરને રંગોળીઓ દ્વારા સુશોભિત કરી ગુરુહરિને વધાવ્યા હતા. મહંત સ્વામી મહારાજના આગમનને વિશેષ ભક્તિથી વધાવવા રાજકોટના હજારો પુરુષ-મહિલા હરીભક્તો છેલ્લા 108 દિવસથી ભજન, વાંચન, મુખપાઠ, ઉપવાસ, ઘરસભા, સેવા વગેરે વિવિધ ભક્તિયજ્ઞોમાં જોડાયા હતાં.

mahant swami rajkot

આ અવસરે 1572 મહિલાઓએ સાંકળ સર્જાળા ઉપવાસ, 478 મહિલાઓએ સાંકળ નિર્જળા ઉપવાસ કર્યા હતા. 34 હરિભક્તોએ મહંતસ્વામી મહારાજના આગમન નિમિત્તે આગમન પહેલાના 90 કલાક થી 120 કલાકના સળંગ નિર્જળા, સજલ તેમજ પ્રવાહી ઉપવાસ કરી ગુરુભક્તિ અદા કરી હતી. તદુપરાંત અનેક પુરુષ તેમજ મહિલા હરિભક્તોએ વ્રત, તપ, ઉપવાસ કરીને ગુરુભક્તિ અદા કરી હતી. ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના રાજકોટમાં 26 દિવસના ધર્મ પ્રવાસ દરમિયાન નિયત દિવસોમાં સવારે 6 થી 8 કલાક દરમિયાન તેઓની પ્રાતઃપૂજા દર્શન તેમજ સાંજે 5-30 થી 8 દરમિયાન સંધ્યાસભામાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે તેઓના આશીર્વાદનો પણ લાભ પ્રાપ્ત થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments