Homeગુર્જર નગરીખેડૂતો ચિંતા ના કરતાં, અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે...

ખેડૂતો ચિંતા ના કરતાં, અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદ

Team Chabuk- Gujarat Desk: ગુજરાતમાં ચોમાસાનું ભલે આગમન થઈ ગયું હોય પરંતુ અચાનક ચોમાસું આગળ વધતાં અટકી જતાં ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. જો કે આ પરિસ્થિતિની વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેનાથી ખેડૂતોની ચિંતા થોડી ઓછી થઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું પહોચી ગયું છે, પરંતુ મંદ પડી ગયું છે. આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. ખેડૂત ભાઈઓએ ચિંતા કરવાની જરૂર નથી. 17 જૂનથી 22 જૂન સુધી વરસાદ રહેશે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ચોમાસું હાલ મંદ પડી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોચતા જ વરસાદનું વહન નબળું પડી ગયું છે. જોકે, હાલ તો થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. થંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. ચોમાસું સક્રિય થતા આગામી દિવસોમાં ભારે પવન ફુંકાવાની શક્યતા રહેશે. 17 થી 19 જૂન પવનની ગતિ ભારે રહેશે. 17થી 22 સુધી ભારે પવન સાથે વરસાદ રહેશે. જ્યારે 22થી 25 જૂન સુધીમાં ચોમાસું જામશે. 25 જૂન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક-અમુક વિસ્તારમાં વરસાદ થશે.

ambalal patel

આ વખતે નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાં ચાર દિવસ વહેલો પ્રવેશ કર્યો છે. ગુજરાતીઓને લાગતું હતું કે ચોમાસું બેસતાની સાથે જ બફારો પણ ઓછો થશે. કમનસીબે મંગળવારે ગુજરાતમાં ચોમાસાના શ્રીગણેશ થયા અને બુધવારે ફક્ત 24 કલાકમાં ચોમાસું નબળું પડી ગયું. પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments