Team Chabuk-Gujarat Desk: સુરત-બારડોલી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બારડોલીનાં બમરોલી નજીક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

આ અકસ્માતમાં 3 મહિલા, 1 બાળકી, 1 પુરૂષ તેમજ 1 બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ બારડોલી પોલીસને થતા પોલીસના કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ત્યારે મૃતક પરિવાર સુરત જીલ્લાનાં માંડવીનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવતી વખતે અકસ્માતની ઘટના બની હતી.
આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, ત્યારબાદ પોલીસને આ ઘટનાની માહિતી મળતા બારડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
