Team Chabuk-Gujarat Desk: લગ્નના એક દિવસ પહેલા વરરાજાની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ હત્યાના બનાવથી લગ્નનો અવસર માતમમાં ફેરવાયો છે. જાણકારી અનુસાર, પાટણના રાધનપુરમાં વિપુલ ઠાકોર નામના યુવકના આવતીકાલે લગ્ન હતા. જેના કારણે લગ્નની ખરીદી માટે તે નીકળ્યો હતો. દરમિયાન જાહેરમાં છરીના ઘા ઝીંકી વિપુલ ઠાકોરની હત્યા કરી દેવામાં આવી હતી.

વિપુલ ઠાકોર સમીના અમરાપુરનો રહેવાસી હતો અને લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો. વિપુલ ઠાકોર પોતાના લગ્નની ખરીદી માટે રાધનપુર આવ્યો હતો તે દરમિયાન છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. જાહેરમાં હત્યા કરવામાં આવતા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે હત્યા ક્યા કારણોસર કરવામાં આવી તેનું કારણ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
