Team Chabuk-Gujarat Desk: સમગ્ર ગુજરાતમાં બેફામ ગાડીઓ ચલાવવાના કારણે હિટ એન્ડ રનની ઘટનાઓ બન્યા રાખે છે. હિટ એન્ડ રનની ઘટનાઓમાં નિર્દોષ માણસ પોતાનો જીવ ગુમાવે છે. કોઈ વખત તો એ ઘરનો મોભી જ હોય છે. અરવલ્લીમાં આજ રોજ બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બીજું કોઈ નહિ પણ ભાજપના કોર્પોરેટરનું મોત નીપજતા શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને શોકનું મોજું ફરી વળ્યું છે. મોડાસા નગર પાલિકાના પ્રમુખ મનોજભાઈ પોતાનું ટુ વ્હિલ લઈ કોઈ કામે જઈ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની જેમ આવી ચડેલા એક અજાણ્યા વાહનની ઠોકરમાં તેમનું નિધન થયું હતું.
કોર્પોરેટરનું નિધન થતા પાર્ટીના કાર્યકર્તાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હોસ્પિટલે પહોંચેલા પરિવારજનોને જ્યારે તેમના મૃત્યુના સમાચાર મળ્યા, તો તેમના કલ્પાતથી હોસ્પિટલનાં વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પોસમોર્ટમ માટે ખસેડી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અજાણ્યા વાહનચાલકની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનારા મનોજભાઈ કલરકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મંગળવારે તેઓ પોતાના કામકાજ અર્થે શામળાજી તરફ ટુ વ્હિલ લઈ નીકળ્યા હતા. જ્યાં ટીંટોઈ નજીક અજાણ્યા વાહને તેમને ઝપેટમાં લઈ લેતા માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પાછળથી આવી રહેલા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. જેમાં તેઓ ફંગોળાય ગયા હતા. ત્યાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને મોડાસાના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત