Homeગુર્જર નગરીવડોદરા: મામીએ કિશોરીને એવી મારી કે ડરીને ઘરેથી ભાગી ગઈ અને પછી...

વડોદરા: મામીએ કિશોરીને એવી મારી કે ડરીને ઘરેથી ભાગી ગઈ અને પછી થયું એવું કે…

Team Chabuk-Gujarat Desk: એક નિરાધાર કિશોરીને મદદ કરવા માટે કોઈ સહ્રદયી વ્યક્તિએ ૧૮૧ અભયમ હેલ્પ લાઇનને કરેલો કોલ ફરી એકવાર તેને ઉગારનારો બન્યો છે. માતાપિતાના મરણ પછી બેસહારા બનેલી આ કિશોરી મામા મામી ના આશ્રયે હતી અને મામીના મારના ડરથી વડોદરા ભાગી આવી હતી. તેના વાલીઓની કોઈ ભાળ ન મળતાં મહિલા સુરક્ષા હેલ્પ લાઇનના સેવાકર્મીઓએ તેને બાલિકા સંરક્ષણ ગૃહના સુરક્ષિત આશ્રય હેઠળ તેને મૂકી છે.

ઘટના અંગે જાણકારી આપતા અભયમ 181મહીલા હેલ્પ લાઈન, વડોદરાના પ્રવક્તાએ જણાવ્યું કે વડોદરા બસસ્ટેશનથી એક ત્રાહિત વ્યકિત એ અભયમ 181મહીલા હેલ્પલાઇનને કૉલ કરી  એક બાળકી સવારથી ત્યાં એકલી બેસી રહી હોવાની જાણ કરીને તેને મદદ કરવા જણાવ્યું હતું. તાત્કાલિક પ્રતિસાદ આપતાં અભયમ રેસ્ક્યુ ટીમ જણાવેલા સ્થળે પહોંચીને સગીરા સાથે ચર્ચા કરતા તેના પરીવારનો સંપર્ક થઈ શક્યો નતો. આશરે 14 વર્ષની આ દીકરી  સાથે ચર્ચા કરતાં તેણે જણાવ્યું કે ચોક્કસ સ્થળની ખબર નથી. માતા પિતાના મૃત્યુ બાદ તેના મામા મામી મધ્ય પ્રદેશથી અહી લાવ્યા હતા અને તેઓ ઇટોના ભઠ્ઠામા કામ કરતાં હતાં.

સગીરાની તબિયત સારી ના હોવાથી ઘર કામ કરી શકતી ના હોવાથી તેના મામી મારતા હતા. જેથી તેમની બીકથી ભાગી વડોદરા આવી પહોચી હતી. મધ્ય પ્રદેશ રાજ્યના નિયંત્રણ કક્ષનો આ બાબતે સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો પરતું સંપર્ક ન થયો. જેથી હાલ તુરત આ કિશોરીને આશ્રય માટે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મુકવામાં આવી છે. અભયમ પ્રવક્તાએ કોઈપણ બાળકી, કિશોરી, મહિલા કે વૃદ્ધ મહિલા કોઈ મુશ્કેલીમાં જણાય, નિરાધાર કે ભયભીત જણાય, તેની સાથે હિંસા અને અત્યાચાર થઈ રહ્યો હોય તો તુરત જ ૧૮૧ પર કોલ કરીને જાણકારી આપવા નાગરિકોને અનુરોધ કર્યો છે. આપનો એક કોલ અને સમય સૂચકતા કોઈને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારી શકે એમ તેમણે જણાવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments