Team Chabuk-International Desk: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શાર્કે એક તરવૈયાને પોતાનો કોળિયો બનાવી લીધો. શાર્કના હુમલામાં તરવૈયાનું મોત થયું છે. આ ઘટના જોઈને પ્રત્યક્ષદર્શીઓમાં ફફડાટ ફેલાયો હતો.
શાર્કે હુમલો કર્યો તે સમયે તરવૈયો મદદ માટે બૂમો પાડી રહ્યો હતો જો કે, હાજર તમામ લોકો મજબૂર હતા. એક પ્રત્યક્ષદર્શીના નિવેદન મુજબ દરિયાનું પાણી તરવૈયાના લોહીથી લાલ થઈ ગયું હતું. શાર્કના મોઢામાં તરવૈયાના શરીરના ટૂકડા હતા. આ ઘટના બાદ બચાવદળના અધિકારીઓને પાણીમાંથી કેટલાક માનવ અવશેષ મળ્યા હતા.
એક ખાનગી અખબારના અહેવાલ મુજબ તરવૈયો બપોરના સમયે સિડનીના અતિ વ્યસ્ત લીટલ બે બીચ પર તરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ 14 ફૂટથી વધુ મોટી વ્હાઈટ શાર્કે તેના પર હુમલો કરી દીધો. બીચ પર તરવૈયાની બૂમો સાંભળીને બચાવદળના અધિકારીઓ એલર્ટ થઈ ગયા જો કે, ત્યાં સુધીમાં બહું મોડું થઈ ગયું હતું. કેટલોક સંઘર્ષ કર્યા બાદ શાર્કે તરવૈયાના શરીરના બે ટૂકડાં કરી નાખ્યા હતા.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે આ મુદ્દે કહ્યું હતું કે, તેઓ શાર્ક હુમલા અંગે તપાસ કરી રહ્યા છે. તેમને પાણીમાંથી માનવ અવશેષ મળ્યા છે. તેમનું કહેવું છે કે, વર્ષ 1963 બાદ સિડનીમાં આ બીજી ઘટના છે. 1963માં શાર્કના હુમલામાં અભિનેત્રી Marcia Hathawayનું મોત થયું હતું.
HORROR: Sydney, Australia suffered its first fatal shark attack in almost 60 years, after a swimmer died after suffering "catastrophic injuries," from a shark. https://t.co/CkyfXi3Tgy pic.twitter.com/ww6NCJSfNK
— ABC News (@ABC) February 16, 2022
આ ઘટનાને બીચ પર હાજર કેટલાક લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. ફૂટેજમાં કેટલાક માછીમારો બૂમો પાડી રહ્યા છે કે, કોઈ વ્યક્તિને શાર્ક ખાઈ ગઈ છે.અન્ય એક ફૂટેજમાં શાર્કને પાણીમાં આમ-તેમ શિકારને લઈને ફરતી દેખાઈ રહી છે. દરિયાનું પાણી લોહીથી લાલ થઈ ગયું છે. લોકો ભયભીત જોવા મળી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત