Team Chabuk-Gujarat Desk: કેટલાકને મહેનત કર્યાં વગર પોલીસ બનવાનો શોખ ખૂબ હોય છે. એમનો હવે આ શોખ અસલી પોલીસ ઉતારી દેવાની છે. આમ તો પોલીસનો ડ્રેસ પહેરી એકલી વ્યક્તિ લોકોને લૂંટતી હોય એવી ખબરો સમાચારમાં અવાર નવાર ચમકી છે, પણ નંદેસરી જીઆઈડીસીમાં પોલીસના વેશમાં વાહન ચેકિંગ કરનારા ચાર નકલી પોલીસ ઓફિસરોની અસલી પોલીસે ધરપકડ કરી છે અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
આ આખી ઘટનાના માસ્ટરમાઈન્ડ એવા વ્રજ વાઘેલાએ આ આખું કાવતરું ઘડ્યું હતું. તેણે પ્રતાપનગર પોલીસ મુખ્ય મથક પાસેના પોલીસ યુનિફોર્મ માટેના સ્ટોરમાં જઈ પોતાની ઓળખ એલઆરડીના જવાન તરીકે આપી હતી અને પોલીસ યુનિફોર્મ ખરીદ્યો હતો. પરંતુ જ્યારે આઈકાર્ડની વાત પૂછવામાં આવી ત્યારે એ ખોવાઈ ગયાનું આરોપીએ કહ્યું હતું. આરોપીને લાગ્યું કે હવે બધું હેમખેમ પાર ઉતરશે પણ એવું નહોતું.
નંદેસરી પોલીસને કોઈ ખાનગી વાહનમાં લાલ-ભૂરી લાઈટો લગાવી વાહન ચેકિંગ કરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસ કાફલો સતર્ક થયો હતો. પોલીસના સ્વાંગમાં ચેકિંગ કરી રહેલા આરોપી વ્રજ કેતનભાઈ વાઘેલા (નંદેસરી), વિક્રમ મોહનસિંહ રાજપુત (નંદેસરી), ચંદ્રિકાબેન વિક્રમભાઈ રાજપુત (નંદેસરી) અને નરેન્દ્ર લક્ષ્મણસિંહ ગોહિલ (રામગઢ ગામ, વડોદરા)ની ધરપકડ કરી હતી. આરોપીઓની પાસેથી પોલીસને બાઈક, ચાર મોબાઈલ, મોપેડ, રબર સ્ટેમ્પ અને પોલીસના લોગોવાળા માસ્ક જપ્ત કર્યાં હતા.
એક વાત એ પણ સામે આવી છે કે ઘટનાના મુખ્ય સૂત્રધાર એવા વ્રજ વાઘેલાને પોલીસ બનવાનો શોખ હતો. પરંતુ એ ધોરણ દસ સુધી જ અભ્યાસ કરી શક્યો હતો. પોલીસ બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેણે ખૂદની પોલીસ ફોર્સ બનાવી હતી. તેની સાથેના ત્રણ સાગરિતોને બાર હજારનો પગાર આપી ભરતી કર્યાં હતાં અને નકલી પોલીસ આઈકાર્ડ બનાવી આપ્યા હતા. ભરતી પ્રક્રિયામાં બે પુરુષ અને એક મહિલા છે.
પકડાયા નહીં ત્યાં સુધી વ્રજના સાગરિતોને પણ એવું લાગ્યું હતું કે વ્રજજી અસલી પોલીસ છે. વ્રજ સોશિયલ મીડિયાના મેસેજ બતાવી તેના ઉપરી અધિકારીઓએ મેસેજ કર્યો છે તેમ પણ કહેતો હતો. તેની આ વાતમાં તેના સાગરિતો ફસાઈ ગયા હતા અને પોલીસ પોલીસ રમતાં થઈ ગયા હતા. રમતાં રમતાં અસલી પોલીસના હાથમાં આવી ગયા ત્યારે ખબર પડી કે આપણને નોકરી પર રાખનારા ભાઈ પણ નકલી છે!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત