Homeગુર્જર નગરીવડોદરા: દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું

વડોદરા: દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું

Team Chabuk-Gujarat Desk: વડોદરાના ચકચારી દુષ્કર્મ કેસમાં દિન પ્રતિદિન નવા વળાંકો આવી રહ્યા છે. આજે આરોપીને સાથે રાખી પોલીસ નિસર્ગ કોમ્પલેક્સના ફ્લેટ નંબર D-903માં પહોંચી હતી. જ્યાં આરોપી પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવામાં આવ્યું હતું. અહીંથી રાજુ ભટ્ટને હોટલ હાર્મની ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં રાજુ ભટ્ટ અને કાનજી મોકરિયાને સામ સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. રિમાન્ડ પૂર્ણ થયા બાદ કાનજી મોકરિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

rps-baby-world-1

SIT એ કોર્ટ સમક્ષ રાજુ ભટ્ટને હાજર કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. તપાસકર્તા અધિકારીઓએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, રૂમમાં સ્પાઈ કેમેરા કોણે લગાડ્યા? અને ફરિયાદકર્તાને ન્યૂડ ફોટો મોકલવા પાછળનું શું કારણ છે? આ વિગતો જાણવા રિમાન્ડની આવશ્યકતા છે.

rps-baby-world-1

સમગ્ર દલીલ સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા સંગઠન દ્વારા એવી માગણી પણ કરવામાં આવી છે કે ફરિયાદી માટે મહિલા સરકારી વકીલની નિમણૂક કરવી જોઈએ. જેથી તે પોતાની વાત વિના સંકોચે જણાવી શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments