Team Chabuk-National Desk: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ (CJI) એનવી રમનાએ બ્યૂરોક્રેટ્સ અને પોલીસ ઓફિસરોના વર્તન પર કડક ટીપ્પણી કરી છે. જસ્ટિસ રમનાનું કહેવું છે કે, દેશમાં બ્યૂરોક્રેટ્સ અને પોલીસ ઓફિસર જે પ્રકારનું વર્તન કરી રહ્યા છે, એ ખૂબ જ આપત્તિજનક છે. સરકારની સાથે મળીને ખોટી રીતે પૈસા કમાનારા ઓફિસરો જેલની અંદર હોવા જોઈએ.

જસ્ટિસ રમનાએ કહ્યું કે, દેશની સ્થિતિ દુ:ખદ છે. જ્યારે કોઈ રાજનીતિક દળ સત્તામાં હોય છે, તો પોલીસ અધિકારીઓ એ સરકારની સાથે હોય છે. અને પછી કોઈ નવી પાર્ટી સત્તામાં આવે છે. તો સરકાર એ અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દે છે. આ એક નવું ચલણ છે, જેને રોકવાની આવશ્યકતા છે.

સીજીઆઈએ (CJI) કહ્યું કે, મને આ વાત પર ખૂબ જ આપત્તિ છે કે નોકરશાહી વિશેષ રૂપથી પોલીસ આ દેશમાં કેવો વ્યવહાર કરી રહી છે. જે પોલીસ અધિકારીઓ આજની સરકાર સાથે તાલમેલ બેસાડે છે અને ખોટી રીતે પૈસા કમાય છે તેમને જેલમાં હોવું જોઈએ. આવા પોલીસ અધિકારીઓનો બચાવ ન કરી શકાય. એક વખત હું વિચારતો હતો કે પોલીસ અધિકારીઓની ફરિયાદોની તપાસ માટે એક સ્થાયી સમિતિ બનાવી દઉં.

સીજેઆઈ રમના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ હેમા કોહલીની બેચે છત્તીસગઢના નિલંબિત અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક ગુરજિંદર પાલ સિંહ દ્વારા નોંધાવેલ ત્રણ અલગ અલગ કેસ પર સુનાવણી કરી હતી. જીપી સિંહે છત્તીસગઢ સરકારની તરફથી પોતાના વિરૂદ્ધ રાજદ્રોહ, ભ્રષ્ટાચાર અને જબરદસ્તી વસૂલાતની ત્રણ એફઆઈઆર વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઈલ કર્યો છે.

રમનાની અધ્યક્ષતાવાળી બેચમાં નિર્ણયને સુરક્ષિત રાખતા નિલંબિત આઈપીએસ ઓફિસરને રાજદ્રોહ અને જબરદસ્તી વસૂલીના કેસમાં ધરપકડથી સુરક્ષા આપવા તરફ વિચારણા ચાલી રહી છે. વડી અદાલતે છત્તીસગઢ હાઈકોર્ટને કહ્યું કે, તે પોતાની ફરિયાદ પર 8 અઠવાડિયાની અંદર અંદર નિર્ણય લે.

આવક કરતા વધારે સંપત્તિના ત્રીજા કેસમાં બેચના અધિકારીઓ કહ્યું કે, જીપી સિંહ આ માટે સાચો કાયદાકીય રસ્તો અપનાવવા માટે સ્વતંત્ર છે, કારણ કે તેમણે આ કેસને માત્ર સીબીઆઈને ટ્રાન્સફર કરવા અને રાજ્ય પોલીસ પર સ્ટેની માગ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત