Homeદે ઘુમા કેVIDEO: બાઉન્ડરી બહારથી કેચ પકડ્યો, 2 વખત બોલ હવામાં ઉછાળ્યો, 3 વખત...

VIDEO: બાઉન્ડરી બહારથી કેચ પકડ્યો, 2 વખત બોલ હવામાં ઉછાળ્યો, 3 વખત કેચ, આઉટ અપાતા વિવાદ

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં નવા વર્ષના પહેલા દિવસે જ એક મેચમાં વિવાદ થયો છે. બ્રિસ્બેન હીટ અને સિડની સિક્સર્સ વચ્ચે મેચ હતી. 19મી ઓવરના બીજા બોલ પર સિક્સર્સ ટીમના જોર્ડન સિલ્કે એક્સ્ટ્રા કવર તરફ હવામાં શોટ ફટકાર્યો, જ્યાં હીટ ટીમના માઈકલ નેસરે 3 પ્રયત્નમાં શાનદાર કેચ પકડ્યો. આ કેચ પર કોન્ટ્રોવર્સી થવા લાગી.

નેસરે બાઉન્ડરીની અંદર બોલ પકડ્યો અને પહેલા બોલને હવામાં ઉછાળ્યો. બોલ બાઉન્ડરીની બહાર ગયો. નેસર લગભગ 2-3 મીટર બાઉન્ડરીની બહાર ગયો અને હવામાં ઉછાળેલા બોલને બીજી વખત ઉછાળીને અંદર પહોંચાડ્યો. અને ફરીથી બાઉન્ડરીની અંદર જઈને કેચ પૂરો કર્યો. એમ્પાયરે સિલ્કને આઉટ આપ્યો અને તેમની ટીમ હારી ગઈ.

આ કેચ પછી ક્રિકેટ એક્સપર્ટ પણ કન્ફ્યુઝ થઈ ગયા. ઘણા એક્સપર્ટે કહ્યું હતું કે એક વખત બાઉન્ડરીની બહાર ગયા પછી ફિલ્ડર કેચ પકડે તો તેને લીગલ માનવામાં ન આવે.,પરંતુ ઘણાએ આ કેચને લીગલ માન્યો.

શું છે MCCનો નિયમ?

આ પ્રકારના કેચનો ઉલ્લેખ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના નિયમ નંબર 19.5.2માં કરવામાં આવ્યો છે, જે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) માટે ક્રિકેટના નિયમો બનાવે છે. એ અનુસાર, કેચ પકડતા સમયે બોલને પહેલી વખત અડતી વખતે ફિલ્ડરના પગ બાઉન્ડરીની અંદર હોવા જોઈએ. ત્યાર પછી કેચ પકડતી વખતે પણ ફિલ્ડરના પગ બાઉન્ડરીની અંદર હોવા જોઈએ.

બોલ સાથેના આ કોન્ટેક્ટ વચ્ચે ફિલ્ડર બાઉન્ડરીની બહાર જઈ શકે છે. તે બોલને બાઉન્ડરીની બહાર હવામાં ઉછાળીને પણ ગ્રાઉન્ડમાં અંદર પણ ફેંકી શકે છે, પરંતુ બાઉન્ડરીની બહાર ઊભા રહીને બોલને પકડી શકતો નથી. આમ કરવાથી કેચ કમ્પ્લીટ માનવામાં આવશે નહીં અને બેટર નોટઆઉટ રહેશે.

vinayak

નેસરનો કેચ નિયમોની વિરુદ્ધ કેમ નહીં?

બિગ બેશ લીગમાં નેસરે કેચ પકડતા સમયે MCCના નિયમોનું પાલન કર્યું. પહેલી વખત કેચ પકડતા સમયે તે બાઉન્ડરીની અંદર હતો અને કેચ પૂર્ણ કરતા સમયે પણ તે બાઉન્ડરીની અંદર હતો. આ દરમિયાન તે બાઉન્ડરીની બહાર પણ ગયો, પરંતુ ત્યાં ઊભા રહીને બોલને પકડ્યો નહીં. તેણે બોલને હવામાં ઉછાળીને ગ્રાઉન્ડની અંદર ફેંક્યો, આથી એ કેચ કમ્પ્લીટ ગણવામાં આવ્યો અને સિલ્કને આઉટ આપવામાં આવ્યો.

ઘણા એક્સપર્ટ આ વાત પર ચર્ચા કરે છે કે જો ફિલ્ડર બાઉન્ડરીની બહાર જઈને કેચ કરી શકે છે, તો શોટ વાગ્યા પહેલાં તે બહાર ઊભો કેમ રહી શકતો નથી. આનો ઉલ્લેખ પણ MCCના રૂલ નંબર 19.5.2માં છે. એ અનુસાર, બોલ ફેંક્યા પહેલાં તમામ ફિલ્ડર્સે બાઉન્ડરીની અંદર રહેવું પડશે.

બોલ ફેંક્યા પછી પણ ફિલ્ડર્સે ગ્રાઉન્ડની અંદર એક વખત બોલને અડવો પડશે. ત્યાર પછી જ તે બાઉન્ડરીની બહાર જઈને કેચ અથવા બાઉન્ડરી રોકવા પ્રયત્ન કરી શકે છે. જો ફિલ્ડર બોલ ફેંક્યા પહેલાં બાઉન્ડરીની બહાર ઊભો રહેશે તો તે બોલ નો બોલ કહેવાશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments