Homeગુર્જર નગરીહાર્યો જુગારી ‘હલકુ’ રમે: સટ્ટામાં હાર્યો તો પત્ની પાસે દેહવ્યાપાર કરાવ્યો, પોર્ન...

હાર્યો જુગારી ‘હલકુ’ રમે: સટ્ટામાં હાર્યો તો પત્ની પાસે દેહવ્યાપાર કરાવ્યો, પોર્ન સાઈટ પર પણ અપલોડ કર્યા ન્યૂડ ફોટો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક સટ્ટીમાં રૂપિયા હારી ગયો તો તેણે પોતાની પત્ની પાસે દેહવિક્રયનો ધંધો કરાવ્યો. જેમાંથી આવક થતી તેનાથી સટ્ટાના હારી ગયેલા રૂપિયા ચકવતો. આરોપી પતિ પત્નીને તેના મિત્રો પાસે અને અલગ-અલગ લોકો પાસે મોકલીને રૂપિયા કમાતો હતો. એટલું જ નહીં જ્યારે કંટાળેલી પત્નીએ ના પાડી તો પતિએ પત્નીના ન્યૂડ ફોટો મોર્ફ કરીને પોર્ન વેબસાઇટ પર અપલોડ કરી દીધા. અને નંબર પણ મૂકી દીધો હતો. આ ચોંકાવનારી ઘટનામાં નરોડા પોલીસે પતિ અને તેના સાથી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશની યુવતી પોતાના પરિવાર સાથે મુંબઈ રહેતી હતી. અહીં તેનો પરિચય અમદાવાદના એક યુવક સાથે થયો હતો. આ યુવક અમદાવાદથી મુંબઈ આવ્યો હતો, એ દરમિયાન યુવતી સાથે તેનો સંપર્ક થયો. માયા સાથે સંપર્કમાં આવ્યા. બાદમાં મિત્રતા વધારી અને લગ્ન કરી લીધા.

લગ્ન પહેલાં પણ આરોપીએ કાંડ કર્યા. અમદાવાદથી મુંબઈ અવરજવર કરતા રાજીવ અને માયા વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ પ્રેમ થયો હતો. રાજીવ માયાને કહેતો હતો કે મારો ખૂબ જ મોટો બિઝનેસ છે અને હું તારી સાથે લગ્ન કરીશ. બસ આવો દિલાસો આપીને તે માયાને અમદાવાદ લઈ આવ્યો હતો. અમદાવાદમાં બે વર્ષ લગ્ન વગર જ રહ્યા. જે બાદ તેમના ઘરે પારણું બંધાયું. દીકરીનો જન્મ થયા બાદ યુવતીને હકીકતની જાણ થઈ કે તેને પતિ કોઈ વેપારી નહીં પરંતુ સટ્ટોડિયો છે.

રાજીવને આ સટ્ટાનો ખેલ બંધ કરાવવા યુવતી અવારનવાર તેની સાથે ઝઘડતી. તેને સટ્ટો રમવાનું બંધ કરવાનું કહેતી તો રાજીવ ગુસ્સે થઈ જતો અને તેને માર મારતો હતો. એક દિવસ રાજીવ સટ્ટાની અંદર લાખો રૂપિયા હારી ગયો અને હવે તેની પાસે દાવ પર લગાવવા માટે કશું જ વધ્યું ન હતું એટલે તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી સટ્ટો રમવાનું ચાલુ રાખ્યું.
માથે દેવું થઈ જતા તેણે જેમ તેમ કરીને યુવતીને મજબૂર કરી. દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું, તારે મારું દેવું ભરવા માટે મારા મિત્ર સાથે અથવા તો હું જેની સાથે કહું તેની સાથે સંબંધ રાખવા પડશે અને હું કહું ત્યાં સૂઈ પણ જવું પડશે. જે બાદ માયા મજબૂરીમાં પોતાનો દેહ વેચતી. દરરોજ અનેક લોકો માયાના શરીરને ચૂંથતા જે રૂપિયાથી આરોપી મોજ શોખ પુરા કરતો.

યુવતી આ બધાથી કંટાળી ગઈ અને તેના પતિને આ ધંધો કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. બીજી તરફ આરોપીએ તેને ઘરમાંથી કાઢી મુકી. એટલે યુવતી પોતાના મિત્રની મદદથી અલગ રહેવા લાગી. જો કે, હજુ દીકરી આરોપી પાસે છે. જેને મેળવવા યુવતીએ અનેક પ્રયાસ કર્યા જો કે, આરોપી તેને સોંપવા રાજી ન હતો. દાવો છે કે, આ બાદ આરોપીના મિત્રો પણ યુવતીને ધમકાવવા લાગ્યા. આ તમામ વાતોથી ત્રાસી જઈ આખરે યુવતી નરોડા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સમગ્ર વિગતો સામે આવી હતી. હાલ આ કેસમાં પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments