Team Chabuk-National Desk: આજે જૂન મહિનાનો પ્રથમ દિવસ છે ત્યારે મહિનાના પ્રથમ દિવસે જ પ્રજા માટે રાહતના અને સારા સમાચાર આવ્યા છે. આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. કંપનીઓએ 1 જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી જાહેર થયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે. ભાવ ઘટતાં હવે 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1773 રૂપિયા રહેશે. પહેલા આ સિલિન્ડર 1856.50 રૂપિયામાં મળી રહ્યો હતો.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ તરફથી જેટ ફ્યૂલ (હવાઈ ઈંધણ)ના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ભાવમાં લગભગ 6500 રૂપિયાનો ઘટાડો થયો છે. જેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા ભાવ આજથી એટલે કે 1 જૂનથી લાગૂ કરી દેવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી.

ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતાં હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1856.50 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા થઈ ગયા છે. કોલકાતામાં પહેલા 1960.50 રૂપિયા ભાવ હતો જે હવે 1875.50 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં પહેલા સિલિન્ડરનો ભાવ 1808.50 રૂપિયા હતો જે હવે ઘટીને 1725 રૂપિયા થયો છે. જ્યારે ચેન્નાઈમાં 2021.50 રૂપિયા હતો જે હવે 1937 રૂપિયામાં મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
