Homeગુર્જર નગરીધો.6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે.. ક્યાં ધોરણમાં શું શું હશે એ...

ધો.6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે.. ક્યાં ધોરણમાં શું શું હશે એ જાણો

Team Chabuk-Gujarat Desk: ભારત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી છે જેનો અમલ શરૂ થઈ ગયો છે જે અન્વયે શિક્ષણ ક્ષેત્રે નવા સુધારા વધારા થઈ રહ્યા છે ગઈકાલે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા એક ઠરાવ બહાર પાડી શાળા શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 સંદર્ભે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલી(Indian Knowledge System) નો સમન્વય કરવાના ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવવા બાબત અભ્યાસક્રમ દાખલ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ઠરાવમાં શુ છે?

આ ઠરાવની પ્રસ્તાવનામાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદ્દભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે.

આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચિત થાય અને ભારતીય હોવા પર ગર્વ અનુભવેતે માટે વિદ્યાર્થીઓના રોજિંદા જીવન અને શાળાકીય અનુભવોમાં ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાય તે જરૂરી છે. આ જોડાણ વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ બને તે રીતે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો શાળાકીય અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ.

ધો. 6 થી 12માં સમાવેશ

શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ-6થી 12માં શ્રીમદ્ ભગવદ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો રહેશે.

પાઠ્ય પુસ્તકમાં વાર્તા,પઠન-પાઠન સ્વરૂપે ભગવદ ગીતા

ધોરણ 6થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. જેનું મૂલ્યાંકન કરવાનું રહેશે. ધોરણ 9 થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે. જેનું મૂલ્યાંકન કરવાનું રહેશે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પઠન-પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ કરવાનો રહેશે.

સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિ

શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વક્તૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવાની રહેશે. સાહિત્ય કોણ તૈયાર કરશે? ધોરણ 6 થી 8 માટેનું સદર સાહિત્ય અધ્યયન સામગ્રી (Printed, Audio-Visual etc.) ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(GCERT), ગાંધીનગર દ્વારા તૈયાર કરવાનું રહેશે. ધોરણ 9 થી 12 માટેનું સદર સાહિત્ય/અધ્યયન સામગ્રી(Printed, Audio-Visual etc.) ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSHSEB), ગાંધીનગર દ્વારા તૈયાર કરવાનું રહેશે. સદર સાહિત્ય/અધ્યયન સામગ્રીનું મુદ્રણ અને વિતરણ ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ, ગાંધીનગરએ તૈયાર કરવાનું રહેશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments