Team Chabuk-Gujarat Desk: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે ફરવા આવેલા એક જ પરિવારના પાંચ લોકોના નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યા છે. એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થતાં પરિવારજનોમાં અને સ્નેહજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના પાંચ સભ્યો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામે ફરવા આવ્યા હતા અને નદીમાં ન્હાવા પડતાં પાંચેયના ડૂબી જવાથી મોત નિપજ્યા છે.
નાંદોદના માંડણ ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં ન્હાવા માટે અનેક પ્રવાસીઓ આવતાં હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામે રજાની મજા માણવા માટે આવ્યા હતા. ગરમીથી રાહત મેળવવા તેઓ કરજણ નદીમાં ન્હાવા પડ્યા હતા. નદીના પાણીમાં સૌ પ્રથમ નાનો છોકરો ડૂબવા લાગતા એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજપીપળા નગરપાલિકા અને નર્મદા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક મૃતદેહ શોધ્યો હતો. ત્યારબાદ આજે સવારે વડોદરાથી SDRFની ટીમ પહોંચી હતી અને અન્ય 4 મૃતદેહો શોધી કાઢ્યા હતા.
મૃતકોના નામ
જનકસિહ બલવંતસિંહ પરમાર (ઉ.વ. 35)
જીજ્ઞિશાબેન જનકસિંહ પરમાર(ઉ.વ. 32)
પૂર્વરાજ જનકસિંહ પરમાર (ઉ.વ. 08)
વિરપાલસિહ પરબતસિંહ ચૌહાણ (ઉ.વ. 27)
ખુશીબેન/સંગીતાબેન વિરપાલસિંહ ચૌહાણ (ઉ.વ 24)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
