Homeગુર્જર નગરીઅમદાવાદ-ભાવનગર રોડ 9 મહિના સુધી બંધ રાખવાનું જાહેરનામું રદ

અમદાવાદ-ભાવનગર રોડ 9 મહિના સુધી બંધ રાખવાનું જાહેરનામું રદ

Team Chabuk-Gujarat Desk: ભાવનગર અને અમદાવાદ વચ્ચેના રોડને 9 મહિના સુધી બંધ રાખવાનું જાહેરનામું રદ કરવામાં આવ્યું છે. આ પહેલા અમદાવાદ-ભાવનગરના આ શોર્ટ રુટને 9 મહિના સુધી ડાયવર્ઝન કરવાનો નિર્ણય લેવાયો હતો. 80 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે આ જાહેરનામાનો વિરોધ કર્યો હતો. 9 મહિના સુધી 80 કિલોમીટરના ડાયવર્ઝનના નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.

સાંસદ શક્તિસિંહ ગોહિલે વિરોધ કર્યો હતો

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયાને કહ્યું હતું કે, ભાવનગર અમદાવાદનો રસ્તો અચાનક બંધ કરવાનો નિર્ણય તઘલખી છે. 4 લેઇન એક્સપ્રેસ-વે નિર્માણ કાર્યને લઈ અપાયેલ 80 કિ.મી લાંબુ ડાયવર્ઝન યોગ્ય નથી. આ રસ્તા પર આવેલા ગામડાના લોકોને મોટી પરેશાનીનો સામનો કરવો પડશે. તેમણે આ રસ્તો અચાનક બંધ કરવાના નિર્ણય સામે પણ સવાલો ઉઠાવ્યા હતાં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments