Homeગુર્જર નગરીભાવનગરના યુવાને પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું છતાં યુવતીના ભાઈઓએ હાડકા ખોખરા...

ભાવનગરના યુવાને પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું છતાં યુવતીના ભાઈઓએ હાડકા ખોખરા કરી નાખ્યા

Team Chabuk-Gujarat Desk: ભાવનગરના યુવાનને પ્રેમ સંબંધનું પોટલું વાળી દીધું છતાં પૂર્વ પ્રેમિકાના ભાઈઓ તરફથી ધોલ ધપાટ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. લગ્ન પહેલાના સંબંધનો આજની 21મી સદીમાં પણ કેટલાક લોકો માન્યતા આપતા નથી. ગુજરાતના ભાવનગર જિલ્લાના વરતેજના માલણકા ગામમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં પ્રેમ સંબંધ રાખનારા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે યુવાને પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સમગ્ર ઘટનાની વિગતો કાંઈક એવી છે કે ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથક હેઠળ આવતા માલણકા ગામના યુવાનને પોતાના જ ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. હીરાની ઓફિસમાં કામ કરતા મહેશભાઈ વશરામ બારૈયાએ વરતેજ પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે. આ યુવાનને ગામમાં જ રહેતી એક યુવતી સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો. આ પ્રેમ સંબંધની જાણ યુવતીના ભાઈઓ સાગર મંગા બારેયા, વિપુલ ગોરધન, વિક્રમ બારૈયા અને ગોપાલ ભુપત બારૈયા થતા તેમણે પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મુકી દીધું હતું.

પીડિતે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ચારે આરોપીઓએ સમાધાનના બહાને તેને વાડીએ બોલાવ્યો હતો. જ્યાં ઝઘડો કર્યો અને હથિયાર વડે હુમલો કર્યો. બાદમાં પીડિત યુવાનને ધમકી આપી ચારે શખ્સો ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાની વિગતો લીધા બાદ પોલીસે હાલ ચારે આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments