Homeગુર્જર નગરીરાજકોટમાં બુટલેગરની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ લાશને બોક્સમાં પેક કરી બ્રિજ...

રાજકોટમાં બુટલેગરની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ લાશને બોક્સમાં પેક કરી બ્રિજ પાસે ફેંકી દીધી

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના ગોકુલધામ વિસ્તારના બુટલેગર સંજય રાજુ સોલંકીની (વય-37) છરીના સાત જેટલા ઘા મારી હત્યા કરી નાખી લાશને બોક્સમાં પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી ફેંકી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ લાશ ગોંડલ રોડ ચોકડી નજીક આવેલ રિદ્ધિ-સિદ્ધિ નાળા પાસેથી બોક્સમાં પેક કરેલી મળી આવી હતી. પોલીસ પણ લાશને જોઈ ચોંકી ઉઠી હતી. બુટલેગરના આવા કોલ્ડ બ્લડેડ મર્ડરની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય એવી પોલીસને પ્રાથમિક શંકા ગઈ હતી પણ પાછળથી કંઈક બીજું જ કારણ સામે આવ્યું હતું.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રિદ્ધિ-સિદ્ધિ નાળા પાસે  લોહીના ડાઘવાળું શંકાસ્પદ બોક્સ મળી આવતા એક વ્યક્તિએ પોલીસને જાણકારી આપી હતી. પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યારે લોહીના ડાઘાવાળું એ બોક્સ ખોલીને જોયું ત્યારે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. અંદર પ્લાસ્ટિકના કોથળાથી વીંટાયેલી લાશ હતી. છરીના ઘા ઉપરાંત બોથડ પદાર્થનો ઘા મારી રાજુ સોલંકીને મારી નાખવામાં આવ્યો હતો. મૃતક રાજુ સોલંકીના જમણા હાથમાં ચાંદીની લક્કી જ્યારે બાળકના નામનું ટેટુ પણ છે.

આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવી શોધખોળ કરવામાં આવી હતી. જેમાં 40 જેટલા ઈસમોની રાઉન્ડ અપ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે રાજેશ સોલંકીને બે દિવસ અગાઉ વિશાલ વિરેન્દ્રભાઈ બોરીસાગરની સાથે બોલાચાલી થઈ હતી. જોકે આ વાતનું સમાધાન થઈ ગયું હતું. જોકે બાદમાં વિશાલ બોરીસાગરની ફોર્ચ્યુનર હોટલ સામે તીરૂપતી ઈન્ડસ્ટ્રી વિસ્તારમાં સબમર્શીબલ પમ્પના બાઉલ એમ્પીલર બનાવવાનું કારખાનું હોય ત્યાં તારીખ 27નાં રોજ સંજય સોલંકી આવેલ અને બાદમાં વિશાલ બોરીસાગરને બેફામ ગાળો આપવા લાગેલ હતો.

જેથી ગુસ્સે ભરાયેલા વિશાલે સંજયના ગળામાં પ્રથમ છરી રાખી હતી અને બાદમાં માથાના ભાગે દસ્તો અને મોઢાના ભાગે લોખંડની પ્લેટ મારી હતી. આ સિવાય હથોડીના ઘા પણ ઝીંક્યા હતા. આ બંને વચ્ચે ઝઘડો થતાં હાજર લોકો પણ જતાં રહ્યા હતા.

27 તારીખના રોજ વિશાલ બોરીસાગરે તેના મિત્ર વિવિક વડારીયાની સાથે રાજેશ સોલંકીની લાશને સગેવગે કરવાની યોજના ઘડી કાઢી હતી. કારખાનામાં રહેલા લોહીના ડાઘને સાફ કરેલ હતા અને મિત્ર અમિત કોઠિયા પાસેથી લાશ ભરવા માટે મોટું બોક્સ માગ્યું હતું.

એ દિવસે તો લાશને કારખાનામાં જ મૂકી રાખેલ પણ બાદમાં 28 તારીખના રોજ સફેદ કલરની એક્સેસમાં પાછળના ભાગે બાંધી લાશને ઠેકાણે પાડી દેવાનો પ્લાન હતો, પરંતુ રિદ્ધિ-સિદ્ધિ નાળાની પાસે બાંધેલ બોક્સ કાચા રસ્તાની ઠેબના કારણે પડી ગયું હતું. પરિણામે ડઘાઈ ગયેલા આરોપી ત્યાં જ લાશને મૂકી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે વિવેક વડારિયા અને અમિત કોઠારિયાની પૂછપરછ કરી ત્યારે તેમણે પણ પોતાના ગુનાની કબૂલાત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments