Team Chabuk-Gujarat Desk: વલસાડના સેલવાસમાં વાઈનની દુકાનને મંજૂરી મળી રહે આ માટે 25 વર્ષ જૂના ભગવાન શંકરના મંદિરને હટાવી દેવામાં આવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી અને આ અંગેની લેખિત રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. આ મંદિર સાયોના હોસ્પિટલ તેમજ જિતલબારની બાજુમાં આવેલું હતું. જેને તોડી પાડવામાં આવતા લોકો રોષે ભરાયા હતા.
આ અંગે સેલવાસ નગરપાલિકાના સભ્ય સુમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ મંદિરની સાથે હજ્જારો લોકોની આસ્થા જોડાયેલી છે. મંદિરમાં મહાદેવની મૂર્તિ અને શિવલિંગ હતું. મંદિરમાં તમામ ધાર્મિક વિધિ થતી હતી. જોકે મંદિરને કોઈ અસમાજીક તત્વ દ્વારા પોતાના સ્વાર્થ ખાતર સમજી-વિચારીને તોડી પાડવામાં આવ્યું છે. આ સાથે જ કોઈ વાઈનશોપ માટે મંદિરને તોડી પાડવામાં આવ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
આ મંદિર તૂટી જતાં સેલવાસ તેમજ મંદિરની આસપાસમાં રહેતા લોકોની લાગણીને ભારે આઘાત પહોંચ્યો હતો. હાલ તેનો વિરોધ થઈ રહ્યો છે. આ પ્રકારનું કૃત્ય કરનારની વિરૂદ્ધ પ્રશાસન દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવે તેવી લોકોની માગ ઉઠી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત