Team Chabuk-Gujarat Desk: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે છેતરપિંડી થઈ છે. નથી રૂપિયાની થઈ, નથી રાજનીતિની થઈ, પણ કેળાની થઈ છે. વાત એવી છે કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કચ્છ પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રીજીની આગતા સ્વાગતામાં કોઈ કમી ન રહી જાય આ માટે તેમને ત્રાજવામાં તોલવામાં આવ્યા. તોલવાના હતા કમલમ ફ્રૂટથી. એ ફ્રૂટ જેનું ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડ્રેગન ફ્રૂટમાંથી નામ બદલી કમલમ્ કર્યું. પણ તોલાયા કેના દ્વારા? કેળા. બોક્સમાં કમલમ્ નહીં કેળા હતા. એ તો ત્રાજવામાં તોલમાપ થયા બાદ જ્યારે પેટીઓ ખુલી ત્યારે ખબર પડી કે અંદર તો કેળા છે.
जब मुख्यमंत्री के साथ ऐसा धोखा हो सकता है तो आम आदमी का गुजरात में क्या हाल होगा? https://t.co/uEygmIbbV0
— NaQab (@TheNaQab) November 11, 2021
કમલમની પેટીમાં કેળા
નવા વર્ષના નિમિત્તે એક કાર્યક્રમ હતો. જેમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી આવ્યા તો તેમના માન સન્માનમાં ત્રાજવા પર કમલમની પેટીઓ ગોઠવી દેવામાં આવી. ત્રાજવાના બીજા ભાગમાં મુખ્યમંત્રી શ્રીને બેસાડવામાં આવ્યા. તેઓ લોકો દ્વારા મળી રહેલા સન્માનને હાથ જોડી સ્વીકારતા રહ્યા. બધું બરાબર ચાલી રહ્યું હતું પણ અંતે કમલમની જગ્યાએ કેળા નીકળતા મીડિયામાં ન્યૂઝ વાઈરલ થઈ ગઈ અને ગામે ગામે પહોંચી ગઈ. તમને જાણીને આશ્ચર્ય થશે પણ ફક્ત એક ડબ્બો એવો હતો કે જેમાં ડ્રેગન ફ્રૂટ હતા.
સુરક્ષામાં આટલી મોટી ચૂક ?
આ વાત સામાન્ય નથી. ભુપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રીને તોલવામાં આવે છે તે ડબ્બામાં શું છે શું નહીં તેની કોઈ તપાસ પણ નથી કરી રહ્યું. કોઈ ભાજપના કાર્યકર્તાથી લઈને સુરક્ષા કરનારાઓને પણ ખબર નથી કે અંદર કમલમ્ નહીં કેળા છે. આ સુરક્ષામાં થયેલી મોટી ચૂક છે. સુરક્ષાના મુદ્દે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની તુલા કરવામાં આવી ત્યારે બધા જ કમલમ્ ફ્રુટ હતા, પરંતુ જો જરૂર પડ્યે તો વધારાના મંગાવી રાખેલા ચાર બોક્સમાં કેળા ભુલથી આવી ગયા હતા જે ‘કમલમ્ તુલા’માં વપરાયા નથી.
કચ્છ અને નવસારી ડ્રેગન ફ્રુટથી સદ્ધર
આપને ખ્યાલ જ હશે કે ગુજરાતમાં હવે ડ્રેગન ફ્રૂટની ખેતી ખૂબ થઈ રહી છે. ખાસ કચ્છના વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટની ખેતી થાય છે. દક્ષિણ ગુજરાતના નવસારીની આસપાસ પણ ભરપૂર ખેતી થાય છે. કચ્છ કમલમ્ ફળથી એટલો સદ્ધર પ્રદેશ બની ચૂક્યો છે કે વિદેશમાં પણ આ ફળની નિકાસ થાય છે. તો પછી સવાલ એ ઉભો થાય છે કે, કેળા કેમ આવી ગયા?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત