Team Chabuk-Gujarat Desk: લોકો ઓર્ગેનિક (organic) શાકભાજી અને ફળ ખાવાનું હવે વધુ પસંદ કરી રહ્યા છે. જેના કારણે ઓર્ગેનિક ખેતીની પણ માંગમાં વધારો થયો છે. ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવા તરફ વળી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર (surendranagar) જિલ્લાના મુળી (muli) તાલુકાના ગૌતમગઢ (gautamgadh) ગામના ખેડૂતે ઓર્ગેનિક રીતે લીંબુ અને શાકભાજીનું વાવેતર કરીને લોકોને શુદ્ધ અને સાત્વિક શાકભાજી પૂરા પાડ્યા છે. તેમણે ઉગાડેલા લીંબુના અથાણાના વેચાણ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ પણ તેઓ કરી રહ્યા છે. જેના કારણે તેમને ફૂડ હીરો ઓફ ઈન્ડિયા નેશનલ (food hero of india) એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગૌતમગઢ ગામે રહેતા ખેડૂત હમીરસિંહ ગોહિલે (hamirsinh gohil) ઓર્ગેનિક ખેતીમાં સફળતા મેળવીને લોકોને સ્વાસ્થ્યપૂર્ણ આહાર પૂરો પાડ્યો છે. આથી તેઓને ફૂડ હીરો ઓફ ઈન્ડિયા એવોર્ડથી સન્માનિત કરાયા છે. હમીરસિંહ ગોહિલ 2008ના વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. જેમાં માત્ર કુદરતી ખાતરની મદદથી ઓર્ગેનિક લીંબુ અને શાકભાજી ઉગાડવામાં આવી રહ્યા છે. આ શાકભાજી અને લીંબુ થકી તેઓ લોકોને શુદ્ધ શાકભાજી પૂરા પાડી રહ્યા છે અને અન્ય ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
જાતે બનાવે છે ખાતર
હમીરસિંહ ગોહિલ વર્ષ 2016થી ગોપકાનું ઓર્ગેનિક સર્ટિફિકેટ પણ ધરાવે છે. તેમણે 3 એકર જમીનમાં 220 લીંબુ, ચીકુ, જામફળ, આંબા, જાંબુ, ખારેક, બોર જેવા વૃક્ષોનું વાવેતર કર્યું છે. જ્યારે આ વૃક્ષોની માવજત કરવા માટે સેન્દ્રીય ખાતર જાતે બનાવી તેનો ઉપયોગ કરે છે. હમીરસિંહ ગૌમૂત્ર, આંકડા, લીંબડો વગેરેમાંથી દવા પણ જાતે બનાવી ઉપયોગ કરે છે. તેમણે ફળની સાથે સાથે શાકભાજી, ચણા અને ડુંગળીનું પણ વાવેતર કર્યું છે. તેઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને લોકોને પ્રાકૃતિક આહાર તરફ વાળવા 40 જેટલા ગ્રાહકોના ફેમિલી ફાર્મર બની હોમ ડીલેવરી કરી સારી આવક મેળવતા થયા છે.
આ એવોર્ડ મેળવનારા પ્રથમ ગુજરાતી
ચોમાસામાં જ્યારે લીંબુના ભાવ ઓછા હોય ત્યારે લીંબુનું તેલ વગરનું મીઠું અથાણું બનાવી વેચાણ કરે છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા આત્મા પ્રોજેક્ટ તથા મિટિંગો કરી અને નિ:શુલ્ક ખેડૂતોને પોતાના અનુભવનો લાભ આપે છે. હમીરસિંહ ગોહિલને તાજેતરમાં ફૂડ હીરો ઓફ ઈન્ડિયા નેશનલ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં માત્ર 5 ખેડૂતને જ મળ્યો છે. આ એવોર્ડ મેળવનારા તેઓ પ્રથમ ગુજરાતી છે. આ એવોર્ડ મેળવીને હમીરસિંહે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત