Team Chabuk- Gujarat Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેક્નોલોજી વિકસાવવાના ધ્યેયમંત્રને ચરિતાર્થ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને પ્રયાસો થકી રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યમાં ચાર સ્થળોએ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ થઇ ચૂક્યું છે.
આજે ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ પાટણ ખાતે ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
મુખ્યમંત્રીએ સમગ્ર સેન્ટરની તમામ ગેલેરીઓને અત્યંત રસપૂર્વક નિહાળી હતી. સાથે સાથે બાળકો સાથે ફાઈવ- ડી થિયેટરની ગતિવિધિ પણ નિહાળી હતી. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરાએ સમગ્ર કેન્દ્રની મુખ્યમંત્રીને જાણકારી આપી હતી
આ પ્રસંગે શિક્ષણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણી તથા સહકાર અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર વિજ્ઞાનના પ્રચાર – પ્રસાર, તકનિકી જાગૃતિ, સ્ટેમને લોકપ્રિય બનાવવા માટે વિધાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય જનતા માટે એક મહત્વનું સ્થળ બની રહેશે. એટલું જ નહીં, ૩૪ હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું અને અંદાજે રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલું ‘રિજિયોનલ સાયન્સ સેન્ટર’ની રચના વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતના ક્ષેત્રને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે. તેમજ અહીં આવેલ ગેલેરીઓ પાટણ જીલ્લાની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેમાં લેન્ડ ઓફ ડાયનાસોર ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઈઝ ગેલેરી, કેમેસ્ટ્રી, ઓપ્ટિક્સ ગેલેરી, હ્યુમન સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અન્ય આકર્ષણોમાં વર્કશોપ, ૩-ડી થિએટર, વિજ્ઞાનની થીમ આધારીત પાર્ક, વૈદ્યશાળા, સનડાયલ અને કાફેટેરિયાનો પણ સમાવેશ થાય છે.
સાથો – સાથ ઓપ્ટિકલ ઇલ્લીયુઝનની રોમાંચક દુનિયા ઓપ્ટિક્સ ગેલેરીમાં જોવા મળશે. અહીં ઇલ્લીયુઝન ટનલ, ઇન્ફિનિટી પીટ, ટીલ્ટેડ રૂમ સાયન્સ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનશે.
ઉપરાંત આ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા આવનારા સાયન્સ પ્રેમીઓને કરોડો વર્ષની જીવ સૃષ્ટિનો ઇતિહાસ ઘરાવતા જુરાસિક યુગનો અહેસાસ થશે. ભારતનો સૌથી ઊંચો 57 ફૂટ ઉંચાઇ ધરાવતો બ્રેકીઓસૌરસ ડાયનાશોર પણ મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ સેન્ટર પાટણ જિલ્લા તથા આસપાસના જિલ્લાના સ્કૂલ, કોલેજ, આઇ.ટી.આઇ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ અંગેની અભિરૂચી વધારવામાં પણ મદદરૂપ બનશે.
આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા, જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ઉપરાંત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત