Homeગુર્જર નગરીજૂનાગઢઃ કેશોદના ઈસરાની બે સગીર બહેનોનું અપહરણ કરી, દુષ્કર્મ આચર્યાના આરોપમાં બે...

જૂનાગઢઃ કેશોદના ઈસરાની બે સગીર બહેનોનું અપહરણ કરી, દુષ્કર્મ આચર્યાના આરોપમાં બે ઝડપાયા

Team Chaubuk-Gujarat Desk: જૂનાગઢના કેશોદના ઈસરા ગામે રહેતા મામા ફઈની બે સગીરાઓ પર દીવ અને જસાધારમાં દુષ્કર્મના આરોપમાં બે આરોપી ઝડપાયા છે. આ કેસમાં  પોલીસે ફરિયાદ આધારે હરેશ હમીર બાબરિયા રહે. પ્રાસલી અને વિશાલ સુરેશ બાબરિયા રહે. શેરગઠને ઝડપી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ કેશોદ નજીકના એક ગામની બે સગીરા 27 એપ્રિલે ધોરણ 11ની પરીક્ષા આપવા માટે કેશોદ ગઇ હતી. આ દરમિયાન કેશોદ બસ સ્‍ટેશનેથી પ્રાંસલી ગામનો હરેશ હમીર બાબરિયા અને શેરગઢનો વિશાલ સુરેશ બાબરિયાએ હસલો દરબાર અને હસલો મક્કા નામના શખ્સોની મદદગારીથી સગીરાનું અપહરણ કર્યું હતું.

coop rajkot

આરોપીઓએ સગીરાને લલચાવી, લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયા હોવાનો દાવો છે. સગીરાને સાથે લઈ ગયા બાદ એક 15 વર્ષ 11 મહિનાની સગીરાને હરેશ હમીર દીવ લઈ ગયો હતો જ્યાં કેફી પીણું પીવડાવી તેણી સાથે અડપલાં કરી દુષ્‍કર્મ આચર્યું હોવાનો આરોપ છે.

coop ahmedabad


જ્‍યારે 16 વર્ષ 1 મહિનાની સગીરાને વિશાલ સુરેશ બાબરિયા જશાધાર લઈ ગયો હતો જ્યાં તેના પર દુષ્કર્મ આચરાયાનો દાવો છે. આ બંને સગીરાએ પરિવારજનોને પોતાની આપવિતી કહેતાં પરિવારજનો ચોંકી ગયા હતા. ગત રાત્રે ૮.૩૦ કલાકે કેશોદ પોલીસે એક સગીરાના પિતાની ફરિયાદ લઇ ચારેય શખ્‍સો વિરૂધ્‍ધ કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૧), ૩૫૪ (એ), ૧૧૪ તેમજ પોકસો એકટની કલમ ૪, ૮ તથા ૧૨ અને એટ્રોસીટીની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બે સગીરાના અપહરણ અને દુષ્‍કર્મના બનાવને ગંભીરતાથી લઇ એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટીએ તપાસ જૂનાગઢ એસસી – એસટી સેલના ડીવાયએસપી ડો. કિરણબેન કે. ઠાકુરને સોંપી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments