Homeગુર્જર નગરીરાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 6 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં બનેલી દુઃખદ અને દર્દનાક ગેમ ઝોન આગ દુર્ઘટના મામલે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે અને દાખલારૂપ કાર્યવાહી કરીને 6 સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઇને જાત નિરીક્ષણ કર્યું હતું અને આ અતિગંભીર ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહીની સુચનાઓ આપી હતી, જેને પગલે રાજ્ય સરકારે 6 અધિકારીઓની તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી (સસ્પેન્શન)ના આદેશો કર્યા છે.

રાજકોટમાં TRP ગેમઝોન આગ દુર્ઘટના સંદર્ભે, આ ગેમઝોન જરૂરી મંજુરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના 6 અધિકારીઓની જવાબદારી નિયત કરીને તેમની સામે સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરી, નાયક કાર્યપાલક ઈજનેર એમ.આર. સુમા, ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

fire tragedy suspend

ગઈકાલે રાત્રે મુખ્યમંત્રીની રિવ્યૂ બેઠક બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. SITની ટીમ હજુ પણ રાજકોટમાં છે. ત્યારે હજુ મોટા અધિકારીઓ સામે કડક કાર્યવાહીની શ્કયતા છે. અધિકારીઓની ભૂલ અંગે તપાસનો રિપોર્ટ પણ સોંપવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments