Homeદે ઘુમા કે2 જૂનથી શરૂ થઈ રહેલા T-20 વર્લ્ડ કપ વિશે જાણો A To...

2 જૂનથી શરૂ થઈ રહેલા T-20 વર્લ્ડ કપ વિશે જાણો A To Z

Team Chabuk-Sports Desk : 2 જૂનથી T-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત થઈ રહી છે. 1 જૂને વોર્મઅપ મેચ રમાશે. ત્યારબાદ 2 જૂનથી ક્રિકેટનો મહાસંગ્રામ શરુ થશે જે 29 જૂન સુધી ચાલશે. આ વખતે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આ T-20 વર્લ્ડ કપનું આયોજન થઈ રહ્યું છે. T-20 વર્લ્ડ કપની આ નવમી સિઝન છે અને તેમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. જે કુલ 55 મેચ રમશે.

સૌથી પહેલા 2007માં T20 વર્લ્ડ કપ રમાયો હતો. જે ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશિપમાં પોતાના નામે કર્યો હતો. જે બાદ આજ સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ બે વખત ખિતાબ જીત્યો છે. જ્યારે ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમે એક-એક વાર વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે.

T-20 વર્લ્ડ કપ 2024માં કઈ ટીમો ભાગ લઈ રહી છે ?

T-20 વર્લ્ડ કપ 2024માં આ વર્ષે 20 ટીમો ભાગ લઈ રહી છે. યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને USA ઉપરાંત આઠ સર્વશ્રેષ્ઠ ટીમો- ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ છે જ્યારે બીજી તરફ અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશે પણ T-20I ટીમ રેન્કિંગના માધ્યમથી પોતાનું સ્થાન T-20 વર્લ્ડ કપમાં હાંસલ કર્યું છે. આ ઉપરાંત આયર્લેન્ડ અને સ્કોટલેન્ડે યુરોપિયન ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે કેનેડાએ અમેરિકા ક્વોલિફાયર જીત્યું હતું. નેપાળ અને ઓમાન એશિયા ક્વોલિફાયરથી આગળ વધી છે, જ્યારે આફ્રિકામાંથી નામિબિયા અને યુગાન્ડા બે ક્વોલિફાઈંગ ટીમો હતી. પાપુઆ ન્યુ ગિનીએ પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયર જીતીને T-20 વર્લ્ડ કપ 2024માં પોતાનું સ્થાન બનાવ્યું છે.

t-20 world cup

ભારતમાં કેટલા વાગ્યે જોઈ શકાશે મેચ

ભારતીય ટીમની મેચો T20 વર્લ્ડ કપમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યાથી રમાશે. આ ઉપરાંત પ્રથમ સેમિફાઈનલ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. જ્યારે ફાઈનલ મેચ સાંજે 7:30 વાગ્યાથી રમાશે.

T20 વર્લ્ડ કપ 2024માં ભારતની મેચ

5 જૂન- ભારત Vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

9 જૂન- ભારત Vs પાકિસ્તાન, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

12 જૂન- ભારત Vs યુએસએ, ન્યૂયોર્ક, સમય- રાત્રે 8:00 વાગ્યે

15 જૂન – ભારત Vs કેનેડા, ફ્લોરિડા, સમય- રાત્રે 8:00 વાગ્યે

આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા છે. જ્યાં T-20 વર્લ્ડ કપની મેચો રમાશે. કુલ 20 ટીમને 5-5ના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8માં પહોંચશે. ત્યારબાદ ફરી 8 ટીમોએ સુપર 8 રાઉન્ડમાં મેચ રમવાની છે. સુપર 8માં પણ ટીમોને 4-4ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર 8માં બંને ગ્રૂપની ટોપ 2 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ સેમિફાઈનલ મેચ જીતનારી ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.

T-20 વર્લ્ડ કપ મેચ ક્યાં-ક્યાં રમાશે ?

2024 T-20 વર્લ્ડ કપની મેચો 9 વેન્યૂ પર રમાશે. ડલાસ અને બ્રિજટાઉન ઉપરાંત પ્રોવિડેન્સ, ન્યૂયોર્ક, લોડરહિલ, નોર્થ સાઉન્ડ, ગ્રોસ આઈલેટ, કિંગ્સટાઉન અને તારૌબામાં મેચો રમાશે. નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમ ન્યૂયોર્કના લોન્ગ આઈલેન્ડમાં આવેલું છે. આ એક એવું અસ્થાયી સ્ટેડિયમ છે જે ખાસ કરીને આ જ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

T-20 વર્લ્ડ કપ 2024 માટે સ્ટેડિયમ

સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટિગા અને બારબુડા

કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બારબાડોસ

પ્રોવિડેન્સ સ્ટેડિયમ, પ્રોવિડેન્સ, ગયાના

ડૈરેન સેમી સ્ટેડિયમ, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા

આર્નોસ વ્હેલ સ્ટેડિયમ, કિંગ્સટાઉન, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનેડાઈન્સ

બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમ, સૈન ફર્નાન્ડો, ત્રિનિદાદ એન્ડ ટોબેગો

સેન્ટ્રલ બ્રોવર્ડ પાર્ક, લોડરહિલ, ફ્લોરિડા, અમેરિકા

ગ્રાન્ડ પ્રીરી સ્ટેડિયમ, ડલાસ (ટેક્સાસ), અમેરિકા

નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, લોન્ગ આઈલેન્ડ (ન્યૂયોર્ક), અમેરિકા

T-20 વર્લ્ડ કપમાં થશે ‘સ્ટોપ ક્લોક’ નિયમનો ઉપયોગ

આ વખતે T-20 વર્લ્ડ કપમાં ‘સ્ટોપ ક્લોક’ નિયમનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે બોલિંગ કરનાર ટીમે એક ઓવર પૂરી થયાની 60 સેકન્ડની અંદર જ બીજી ઓવર શરૂ કરવાની રહેશે. આ નિયમ પ્રમાણે દરેક ઈનિંગનો સમય 1 કલાક 25 મિનિટનો રહેશે અને 20 મિનિટનો ઈન્ટરવલ રાખવામાં આવ્યો છે. વિશેષ પરિસ્થિતિને છોડીને મેચ 3 કલાક 10 મિનિટમાં ખતમ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે.

T-20 વર્લ્ડ કપ ટાઈ થવા પર શું થશે ?

જો T-20 વર્લ્ડ કપની મેચ ટાઈ થશે તો સુપર ઓવર દ્વારા નિર્ણય લેવામાં આવશે. જો સુપર ઓવર પણ ટાઈ થાય તો ત્યાં સુધી સુપર ઓવર રમાશે જ્યાં સુધી મેચનો નિર્ણય ન આવી જાય.

વરસાદ પડશે તો શું થશે ?

જો મેચ દરમિયાન વરસાદમાં પડે તો સૌ પ્રથમ ડકવર્થ-લુઈસ નિયમનો ઉપયોગ કરીને નિર્ણય લેવાનો પ્રયાસ કરવામાં આવશે. DLS માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ અને સુપર-8 માટે DLS નો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે બંને ટીમો ઓછામાં ઓછી 5 ઓવરની મેચ રમાઈ હોય. આ ઉપરાંત નોકઆઉટ મેચમાં બંને ટીમો માટે ઓછામાં ઓછી 10 ઓવરની મેચ હોવું અનિવાર્ય છે.

પ્રથમ સેમિફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે

ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઈનલ અને ફાઈનલ માટે 190 મિનિટના વધારાના સમય ઉપરાંત વિશેષ સ્થિતિમાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. પરંતુ બીજી સેમિફાઈનલ માટે માત્ર 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે બીજી સેમીફાઈનલ જીતનારી ટીમ બીજા દિવસે મેચ નહીં રમશે. કારણ કે ફાઈનલ 29મી જૂને છે અને બીજી સેમીફાઈનલ મેચ 27મી જૂને રમાશે. તેથી 28 જૂનના રોજ ટીમ ટ્રાવેલ કરીને પોતાના વેન્યૂ પર પહોંચી શકે છે.

T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ (T20 World Cup Winners List from 2007 to 2024)

2007 – ભારત

2009- પાકિસ્તાન

2010- ઈંગ્લેન્ડ

2012- વેસ્ટ ઈન્ડિઝ

2014- શ્રીલંકા

2016- વેસ્ટ ઈન્ડિઝ

2021- ઓસ્ટ્રેલિયા

2022- ઈંગ્લેન્ડ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments