Homeગુર્જર નગરીPM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, બાવળા સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું, 3ની ધરપકડ

PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, બાવળા સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું, 3ની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી મોદીએ બાવળામાં ખૂબ જ મોટી જનસભા સંબોધી હતી. હવે સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ખૂબ જ મોટી ચૂક થઈ છે. પ્રધાનમંત્રીની સભા પાસે જ ડ્રોન ઉડાતા દોડધામ થઈ છે. ડ્રોન ઉડતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. ત્રણ શખ્સોને ડ્રોન સહિત ઝડપી લેવામાં આવ્યા છે.

વડાપ્રધાને પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળામાં જાહેર સભા ગજવી હતી. જ્યારે બાવળામાં સભા દરમિયાન વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક રહી ગયાનું બહાર આવ્યું છે. બાવળા ખાતે મોદીની સભામાં અજાણ્યું ડ્રોન દેખાયું હતું. આ ડ્રોન ઉડાનાર ત્રણ શખ્સ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી તેમની પાસેથી ડ્રોન કબ્જે કર્યું છે. પોલીસ તપાસમાં ત્રણેય શખ્સ ડ્રોન કેમેરાથી વીડિયો રેકોર્ડ કરતા હતા.

વડાપ્રધાને બાવળામાં જનસભાને સંબોધી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પીએ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના કારણે ગુજરાતમાં વિકાસ અટક્યો. ભાજપ સરકારે ગુજરાતના ગામડાઓનો વિકાસ કર્યો. ગાંધીજી કહેતા કે ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે પરંતુ કોંગ્રેસે આ આત્માને જ કચડવાનું કામ કર્યું છે.

વડાપ્રધાને બાવળામાં સભા સંબોધન દરમિયાન લીલાબાને યાદ કર્યા. તેમણે કહ્યું કે લીલાબાને મળવાની મળવાની ઈચ્છા હતી પણ 104 વર્ષના માણેક બાએ આજે મને અહીં આવીને આશીર્વાદ આપ્યા. આ મારુ સૌભાગ્ય છે કે એમણે મને લીલા બાની ખોટ ન સાલે તે માટે 104 વર્ષની ઉંમરે અહીં આવીને મને આશીર્વાદ આપ્યા. લીલાબા ગુજરાતમાં જનસંઘમાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના પહેલા મહિલા સભ્ય હતા.

20 વર્ષ પહેલા ધોળકા, ધંધુકા કે સાણંદમાં વિકાસ થઈ શકે એવી કોઈ કલ્પના પણ નહોતુ કરી શકતુ. ધોલેરાનું તો નામ પણ કોઈ લેતુ ન હતુ. આજે ધોલેરાની જમીનના ભાવ ખૂબ વધ્યા છે. અહીં જ્યારે હું ઉદ્યોગ જગતના વિકાસની શરુઆત કરતો હતો. ત્યારે કેટલાય લોકો આંદોલન કરતા હતા કે જમીન જતી રહેશે પણ તે પછી સાણંદ વિસ્તારના લોકો નોટો ગણવાનું મશીન લઈ આવ્યા હતા, ઘરમાં અને કોથળામાં ભરીને રિક્ષા લઈને જાય અને કહે કે મારે ચાર બંગડીવાળી ગાડી લેવા જઈએ છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોથલને ખાડાઓ ખોદી છોડી દેવાયું હતું. આજે અહીં મ્યૂઝિયમ બને છે. આગામી દિવસોમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું મહત્વ છે એવું લોથલનું મહત્વ ઉભું થશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments